Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

એન્ટાલીયામાં મેર સમાજનું વૈશ્વિક મહાસંમેલનઃ જ્ઞાતિ સંગઠનને વધુ મજબુત બનાવવા સંકલ્પ

વિશ્વભરમાં વસતા મેર સમાજના જ્ઞાતિજનો આગેવાનોની ઉપસ્થિતિઃ સમાજને નવી ઉંચાઇએ લઇ જવા માટે વરસતી શુભકામનાઓ

એન્ટાલીયામાં મેર સમાજના વૈશ્વિક મહાસંમેલનમાં ઉપસ્થિત પોરબંદરના પુર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા તથા તેમની સાથે પરંપરાગત પોષાકમાં જ્ઞાતિ આગેવાનોની તસ્વીર. તેમજ બીજી તસ્વીરમાં જ્ઞાતિ ઉત્કર્ષ માટે ચર્ચા કરતા આગેવાનો નજરે પડે છે.

પોરબંદર, તા., ૨૧: તુર્કીના એન્ટાલીયામાં વિશ્વભરમાંથી એકત્રીત મેર સમાજના જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં મેર સમાજના જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં મેર સમાજના વૈશ્વિક આંતરરાષ્ટ્રીય મહાસંમેલનમાં જ્ઞાતિ સંગઠનને વધુ મજબુત બનાવવા સંકલ્પ કરવામાં આવ્યો છે.

મેર સમાજના વૈશ્વિક આંતરરાષ્ટ્રીય મહાસંમેલન માટે મેર સમાજને નવી ઉંચાઇએ લઇ જવા માટે શુભકામના વરસી રહી છે.

દેશની સ્વતંત્રતા અને આરઝી હકુમતમાં યોગદાન આપનાર સ્વ.માલદેવબાપુ, માલદેવજીભાઇ ઓડેદરા સહિત મોભીઓને મહાસંમેલનમાં યાદ કરીને તેની સાથે જુના સંસ્મરણો વકતાઓ યાદ કરી રહેલ છે. આ મહાસંમેલનને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, પુર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમીતભાઇ ચાવડા વિગેરેએ હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

મહેર સમાજે શોર્ય અને વતનના રખેવાળ તરીકે કાઠિયાવાડ સંસ્કૃતિનું ભાથું બાંધ્યું છેઃ વિજયભાઇ રૂપાણી

પોરબંદર તા.૨૧: આંતર રાષ્ટ્રીય વૈશ્વીક મહેર સમાજના મહાસંમેલનને શુભેચ્છા સંદેશમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવેલ કે મહાસંમલનને ગુજરાતની સવા કરોડ જનતા વતી શુભેચ્છા પાઠવું છું મહેર સમાજ શોર્ય અને વતનના રખેવાળ તરીકે કાઠિયાવાડના સંસ્કૃતિનું ભાથું બાધ્યું છે ગુર્જર અને મૂળ ભૂત ધરાને અમર રાખવાની ખેવના આ સમાજ ધરાવે છે મોગલ સલ્તન અને આઝાદીના જંગ માટે આ સમાજે રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપ્યું છે. આ સમયે પૂ.માલદે બાપુનું સ્મરણ થાય છે. સૌને રામ રામ તથા નવા વર્ષના સાલ મુબારક પાઠવું છું.

દેશથી દુર જઇને પણ મેર  સમાજને સંસ્કૃતિ સાચવી  રાખી છેઃ બાબુભાઇ બોખીરીયા

પોરબંદર, તા., ૨૧: મેર સમાજના વૈશ્વિક આંતરરાષ્ટ્રીય મહાસંમેલનને શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ જણાવેલ કે દેશથી દુર જઇને પણ મેર સમાજે મેર સંસ્કૃતિને સાચવી રાખી છે તે માટે અભિનંદન પાઠવું છું.

મેર સમાજ સાહસિક સમાજઃ અમીતભાઇ ચાવડા

પોરબંદર, તા., ૨૧: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમીતભાઇ ચાવડાએ મેર સમાજ સાહસિક છે દેશની આઝાદી અને આરઝી હકુમતમાં માલદેબાપુ સહીત સમાજના આગેવાનોનો ફાળો રહયો છે અને જેના કારણે ગુજરાતને રાજકીય નેતૃત્વ મળ્યું છે. મેેર સમાજનું રાષ્ટ્રવિકાસમાં વધુને વધુ યોગદાન મળે તેવી મેર સમાજના વૈશ્વિક આંતરરાષ્ટ્રીય મહાસંમેલને શુભકામના પાઠવીને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

વૈશ્વિક  સ્પર્ધા કઇ રીતે કરી શકાય તે માટે મેર  સમાજ  પ્રયત્ન કરે : અર્જુનભાઇ મોઢવાડીયા

પોરબંદર, તા., ૨૧: તુર્કીના એન્ટાલીયામાં મેર સમાજના આંતરરાષ્ટ્રીય મહાસંમેલનની સફળતા માટે હ્ય્દયપુર્વક શુભેચ્છા પાઠવીને પુર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવેલ કે વૈશ્વિક સ્પર્ધા કઇ રીતે કરી શકાય તે માટે પ્રયત્નો કરવા તેમજ મેર સમાજ ઉપરાંત જિલ્લા અને દેશ માટે નવી દિશા મળે તે માટે ખુલ્લા મને ચર્ચા કરવી જોઇએ.

મેર સમાજના નવતર પ્રકારના આયોજનને  શુભેચ્છા પાઠવતા માધવસિંહ સોલંકી

ટર્કીના એન્ટાલીયા ખાતે વિશ્વભરમાંથી એકત્રીત થયેલા મહેર સમાજના સર્વે જ્ઞાતિ બાંધવો, આપને આ કાર્યક્રમ માટે ં શુભેચ્છા પાઠવતા પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ જણાવેલ કે  આ પ્રકારના નવતર કાર્યક્રમના આયોજન માટે સર્વે આયોજકોને અભીનંદન પાઠવું છુ. આપના આ કાર્યક્રમમાં મને યાદ કરીને આપે મારા જીવવના અનેક સંસ્મરણો તાજા કર્યા છે.  મહેર સમાજ સાથે મારે ખુબ નજીકનો નાતો રહ્યો છે. હું જ્યારે સમાજજીવનમાં કાર્યરત હતો ત્યારે સ્વ. વિજયદાસજી મહંતની સાથે એક ભાઇની જેમ મળીને સમગ્ર ગુજરાતની સેવા કરવાનો અવસર મળ્યો હતો. સ્વતંત્રતા ની લડાઈ હોઈ કે આરઝી હકૂમત નું નેતૃત્વ સ્વ.માલદેવ બાપુ, માલદેવજી ભાઈ ઓડેદરા, મહંત વિજય દાસજી જેવા મોભી ઓ એ સમગ્ર ગુજરાત ને સફળ સામાજિક અને રાજકીય નેતૃત્વ પૂરું પાડ્યું છે, જમાનો ખુબ બદલાઇ ગયો છે. અને તેની સાથે સંદેશા વ્યવહાર ના સાધનો પણ બદલાઇ ગયા છે. જેમકે અમારા જમાનામાં સંપર્કનો મતલબ રુબરુ મુલાકાત હતી, જ્ઞાન મેળવવા માટે વાંચન જરુરી હતું. વગેરે., પણ આજે ટેક્નોલોજીએ ખુબ મોટો બદલાવ લાવ્યો છે. તેમ માધવસીહ સોલંકીએ જણાવેલ છે.

(4:00 pm IST)