Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ભાવનગરમાં નકલી નોટો બનાવવાનું રેકેટ ઝડપાયું: નોટોની હેરાફેરી કરવાની ડિલ વેળાએ ત્રણ ઝડપાયા

સીદસર રોડ, હોટલ આરાધનાથી આગળ શિવશકિત લકિક એવન્યુ બીલ્ડીંગ પાસેના ખાંચા પાસે ડુપ્લીકેટ નોટોનો વહીવટ કરવા ભેગા થયેલ

ભાવનગરમાં નકલી નોટો બનાવવાનું રેકેટ ઝડપાયું,નોટોની હેરાફેરી કરવાની ડિલ દરમિયાન આર, આર, સેલ, અને પેરોલ ફર્લો સ્કોર્ડના ઓફિસરોએ ત્રણ શખ્શોને ઝડપી લીધા છે આર.આર.સેલના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારતથા  પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ વી.એલ.પરમાર  તથા સ્ટાફે સફળ ઓપરેશન કરી રૂપિયા ૧,૭૯,૫૦૦ ની ૨૦૦૦ તથા ૫૦૦ના દરની ભારતીય ચલણી બનાવટી નોટો સાથે સીદસર રોડ, હોટલ આરાધના નજીક, શિવશકિત લકિક એવન્યુ પાસેથી ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા.

ભાવનગર આર.આર.સેલના સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના અધિકારીઓ તથા સ્ટાફે સફળ ઓપરેશન કરેલે જેમા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી વિજય ગૌસ્વામી , મેહુલ વાણંદ, કિશોર પટેલ રહે.ત્રણેય ભાવનગર વાળાઓ સીદસર રોડ, હોટલ આરાધનાથી આગળ શિવશકિત લકિક એવન્યુ બીલ્ડીંગ પાસેના ખાંચા પાસે ડુપ્લીકેટ નોટોનો વહીવટ કરવા ભેગા થયેલ છે. જે બાતમી આધારે આરોપીઓને ભાવનગર આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ મળી ને ત્રણેય શખ્સો  સાથે રૂપિયા ૧,૭૯,૫૦૦ ની ૨૦૦૦ તથા ૫૦૦ ના દરની ભારતીય ચલણની બનાવટી નોટો ઝડપી પાડી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી

ઝડપી પાડેલ ત્રણેય આરોપીઓ પાસેથી બનાવટી ભારતીય ચલણી નોટો રૂપિયા ૧,૭૯,૫૦૦ ની ઝડપી પાડેલ જેમા રૂપિયા ૨૦૦૦ ના દરની નોટ નંગ-૪૦ તથા રૂપિયા ૫૦૦ ના દરની નોટ નંગ-૧૯૯ છે. તેમજ આરોપી પાસેથી મોટર સાયકલ તથા મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા સહિત ૩૭,૦૦૦ નો મુદ્દામાલ મળી આવેલ જેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી વહેલી સવારે ભરતનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો .

આ સમગ્ર કાર્યવાહી દરમ્યાન F.S.L. અધિકારી આર.સી.પંડયા દ્રારા નોટોનુ પરીક્ષણ કરી ઉત્ક્રુષ્ટ માર્ગદર્શન પુરૂ પાડેલ હતુ. આમ ભાવનગર આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્કોર્ડએ સફળ ઓપરેશન કરી ભારતીય અર્થતંત્રને નુકશાન પહોચાડી ખોખલુ કરવાનો બદઇરાદો રાખનાર ત્રણ શખ્શોને બનાવટી નોટો સાથે ઝડપી પાડેલ છે

(12:29 pm IST)