Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

વંથલીના ખેડૂતની ઓરડીમાંથી રૂ.૩૦ હજારના મુદામાલની ચોરી

જુનાગઢ તા.ર૧ : વંથલીમાં સુર્યકુંડ રોડ વિસ્તારમાં રહેતા હેમાંગભાઇ યોગેશભાઇ વાણવીની વંથલી તાલુકાના સાંતલપુર ધાર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં તસ્કરો ખાબકયા હતા.

તસ્કરો ઓરડીમાંથી મશીન, બેટરી, કોપરનો સર્વિસ વાયર વગેરે મળી કુલ રૂ.૩ં૦ હજારનો મુદામાલ ચોરીને નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદના આધારે પોલીસ જમાદાર પી.જે.વાળાએ તપાસ હાથ ધરી છે.

(12:06 pm IST)