Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

જુનાગઢમાં કારખાનાં કામ કરતો છોકરો સગીરાને ભગાડી ગયો

જુનાગઢ તા.ર૧ : જુનાગઢમાં કારખાનામાં કામ કરતો કલુ નામનો છોકરો સગીરાને ભગાડી જતા ચકચાર વ્યાપી ગઇ છે.

જુનાગઢમાં જીઆઇડીસી-બેમાં આવેલ એક કારખાનામાં મજુરી કરી પેટીયું રળતા એક પરિવારની ૧૭ વર્ષની સગીર પુત્રીને બાજુમાં આવેલ આઇકોન નામના કારખાનામાં કામ કરતો કલુ નામનો છોકરો ગત તા.૧૮ના રોજ સાંજે લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો.

આ અંગે સગીરાની માતાએ ગઇકાલે જુનાગઢ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ઇન્ચાર્જ સીપીઆઇ જે.પી.વરીયાએ તપાસ હાથ ધરી છે.

(12:06 pm IST)