Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ધોરાજીમાં ડેન્ગ્યુને કારણે શ્રીરામચરિતમાનસ સુંદરકાંડ મંડળના પ્રમુખ ભીખાભાઇ ચાવડા નું અવસાન

ધોરાજી, તા.૨૧: ધોરાજીમાં ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરીયા વિગત આવે કાળો કેર વર્તાવ્યો છે ત્યારે ધોરાજીના ઘેર-ઘેર માંદગીના બિછાને ના છે અને ડેન્ગ્યુથી માંડીને જેરી તાવના દરેકના ઘેર કેસ નોંધાયા છે ત્યારે આઙ્ગ બાબતમાં પણ આરોગ્ય વિભાગ ઉદ્યતું ઝડપાયું હોય એવું જાહેર થયું છે.

ધોરાજીના ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલ શ્રી રામચરિત માનસ સુંદરકાંડ મંડળ ના પ્રમુખ ભીખાભાઈ ચાવડા જેઓ ૫૮ વર્ષની નાની વયમાં ડેન્ગ્યુના રોગનો ભોગ બનતાઙ્ગ તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા તેમના પરિવારજનોને પણ ડેન્ગ્યુ જેવો રોગ આવી જતા એક જ પરિવારમાંથી પિતા અને બંને પુત્રોને પણ જેરી તાવ નો ભરડો લઇ લીધો હતો આમ જોતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા ભીખાભાઈ ચાવડાનું ગઈકાલે અચાનક જ અવસાન થતાં સમગ્ર ધોરાજીમાં શોક છવાઈ ગયો હતો.

શ્રી રામચરિત માનસ સુંદરકાંડ મંડળ ના સ્વ. જગદીશભાઈ બોરખતરીયાએ પ્રારંભ કરેલો અને ઘેર-ઘેર જઇ હરિનામ સંકીર્તન ની સાથે સાથે સુંદરકાંડના પાઠ ઘેર જઈને કરતા હતા આવી સુંદર ભકિત સાથે જોડાયેલા તેમના સાથીદાર ભીખાભાઈ ચાવડા નાની ઉંમરમાં જ ડેન્ગ્યુ નો ભયંકર રોગ વ્યાપી જતા જેઓને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કારગત ન નિવડતા તેઓ પણ સ્વધામ ચાલી ગયા હતા ભીખાભાઈ ચાવડાનું ઝેરી તાવ ના કારણે અવસાન થતા ધોરાજીમાં રામ ભકતોમાં ભારે શોક છવાઈ ગયો હતો આ બાબતે તાત્કાલિક આરોગ્ય વિભાગ શું કરવું જોઈએ ડેન્ગ્યુ જેવા ભયંકર રોગમાંથી મુકિત મેળવવા માટે મચ્છર મારવા માટે જંતુનાશક દવા અને ફોગીગ તાત્કાલિક કરાવવા માંગણી ઊઠી હતી.ધોરાજીનું આરોગ્ય વિભાગ ખાનગી હોસ્પિટલમાં શા માટે તપાસ નથી કરતી એ પણ એક સવાલ ઉભો થયો છે અને ખાનગી હોસ્પિટલના ડોકટરો શા માટે કેસ જાહેર નથી કરતા એ પણ એક ચર્ચાનો મુદ્દો બની ગયો છે.

ચાવડા ભીખાલાલ દેવકરણભાઇ ઉ.૫૮ (પ્રમુખ શ્રી રામ ચરિત માનસ સુંદરકાંડ મંડળ ધોરાજી) તે હિતેશભાઇ તથા રવિભાઇ રૂપાલા ટી સેન્ટરવાળાના પિતાશ્રી તથા વિનુભાઇ અને સુરેશભાઇના મોટાભાઇનું તા.૧૮ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.

બેસણું, તા.૨૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન જમનાવડ રોડ મીરાનગર સોસાયટી ધોરાજી ખાતે રાખેલ છે.

(12:03 pm IST)