Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

આ મહિનાના અંત સુધી માવઠાનો દોર જારી રહેશે !

ગઈકાલથી જ છુટાછવાયા સ્થળોએ માવઠારૂપી ઝાપટા - હળવો વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ ગયોઃ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક પછી એક સિસ્ટમ્સ બનશે : દક્ષિણના રાજયોમાં મધ્યમથી ભારેથી અતિભારે અને કોંકણ, ગોવા, વિદર્ભ, મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્ર સુધી અસર જોવા મળશે : સૌરાષ્ટ્ર કરતા દક્ષિણ ગુજરાતમાં વધુ વિસ્તારોમાં વરસાદી માત્રા જોવા મળશે

રાજકોટ, તા. ૨૧ : ચોમાસાએ વિદાય લઈ લીધી છે. લીલો દુકાળ છે. આમ છતા માવઠારૂપી માહોલ યથાવત છે. ગઈકાલે સૌરાષ્ટ્રના એકાદ બે સ્થળોએ માવઠુ થયાના વાવડ છે. દરમિયાન હાલના અનુમાનો મુજબ આ મહિનાના અંત સુધી માવઠાનો દોર જારી રહે તેવી શકયતા છે.

હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે ઇસ્ટ સેન્ટ્રલ અરબી સમુદ્રમાં લો પ્રેસર આનુંસંગીક યુ.એ.સી.૪.૫ કિ.મી. પર છવાયેલ છે. મજબુત બનીને આજે વેલ માર્કેડ લો પ્રેસરમાં ફેરવાશે. ત્યારબાદ ૩૬ કલાક બાદ ડીપ્રેશન સ્વરુપે છવાય તેવી શકયતા છે. તા.૨૪ ઓકટોબર સુધી મુખ્યત્વે ઉતર ઉતર પશ્ચિમ બાજુ ગતિ કરશે.બાદ ઉતરોતર મજબુત બની ને પશ્ચિમ ઉતર પશ્ર્ચિમ એટલે કે યમન ઓમાન બાજુ ગતિ કરે તેવી શકયતા છે..

હાલ ૃ.સ્ત્ર્.ં ફેસ-૨ (ૃસ્ત્ર્ં ની આવતા મહિનાના શરૂઆતના બે - ત્રણ દિવસ સુધી હાજરી હોય એક પછી એક સિસ્ટમ્સ બનતી રહે) અરબ સાગર માં હાજરી હોય હાલ નું લો પ્રેસર ઉતરોતર મજબુત બની ને વાવાજોડા સુધી પહોચેં તેવી શકયતા.

નવુ લો પ્રેસર તા.૨૩ આસપાસ સાઉથ વેસ્ટ ,વેસ્ટ સેન્ટ્રલ બંગાળ ની ખાડી લાગું નોર્થ તામિલનાડું નજીક દક્ષિણ આન્ધ્ર પ્રદેશ આસપાસ છવાય તેવી શકયતા છે.

હાલ જમ્મુ કશ્મીર પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આનુંસંગીક યુ.એ.સી ૩.૧ કિ.મી.થી ૪.૫ કિ.મી.પર છવાયેલ છે.

તા. ૨૨  આસપાસ એક નવુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દક્ષિણ હિમાલય આસપાસ છવાય તેવી શકયતા છે.

તા.૨૧ થી ૨૬ ઓકટોબર દરમ્યાન અરબી સમુદ્ર અને બંગાળ ની ખાડી સક્રીય હોય એક પછી એક સિસ્ટમની અસર સ્વરુપ ઉતર પુર્વનું ચોમાસું ચરમસીમા પર રહેશે. દક્ષિણના રાજયોમાં મધ્યમ ભારે થી ભારે થી અતિભારે વરસાદ પડશે.તે ઉપરાંત લક્ષદિપ કોંકણ ગોવા, વિદર્ભ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર સુધી વધુ અસર જોવા મળશે.

ચાર દિવસ દરમ્યાન એક -બે દિવસ દક્ષિણ કોસ્ટલ સોરાષ્ટ્ર જીલ્લા ના અમુક છુટા છવાયા વિસ્તારોમાં માવઠા રૂપી છાંટા છુંટી ઝાપટા કે હળવો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કરતા દક્ષિણ ગુજરાત ના વિસ્તારો માં વધુ અસર જોવા મળશે.બાકી ના વિસ્તાર માં પરચુરણ અસર જોવા મળશે...

હાલ ના અંદાજ પ્રમાણે મહિના ના છેલ્લા દિવસો માં પણ હાલ ના જ વિસ્તારો માં જ માવઠા ની શકયતાઓ અંક બંધ હોવાનું જણાવાયુ છે.

(12:03 pm IST)