Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

કુંવરજીભાઇ બાવળીયા સંપૂર્ણ સ્વચ્છઃ વિવિધ કાર્યક્રમો ઉપસ્થિતી

આટકોટ, તા. ર૧: રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને શનિવારે રાત્રે છાતીમાં દુઃખાવો ઉપડતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બાદમાં ગઇકાલે તેમને રજા આપવામાં આવી હતી. આજે તેઓ સંપૂર્ણ સ્વચ્છ હોય પૂર્વ નિર્ધારીત કાર્યક્રમમાં લાગી ગયા હોય ટેકેદારોમાં રાહતની લાગણી છવાઇ ગઇ છે.

મહારાષ્ટ્રની ચૂંટણીમાં પ્રચાર અર્થે દોડાદોડી અને જસદણ-વિંછીયા તાલુકાના ભરચક્ક કાર્યક્રમોને લીધે શનિવારે સાંજે કુંવરજીભાઇને છાતીમાં ગભરામણ થતી હોવાની ફરીયાદ કરતા રાજકોટમાં જ રહેતા તેમના ડો. પુત્ર મનિષભાઇએ તાત્કાલી તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.

રાત્રે જ તમામ રીપોર્ટ કરાવતા વધુ કોઇ મુશ્કેલી ન જણાતા ગઇકાલે બપોરે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. બાદમાં રાજકોટ ખાતે રહેતા તેમના પુત્ર ડો. મનિષભાઇને ત્યાં રોકાયા હતાં.

આજે સવારે વિંછીયા પાસેના અમરાપુર ખાતે તેમના નિવાસ સ્થાને આવી ડોકટરોએ આરામ કરવાની સલાહ આપી હોવા છતાં વિંછીયા તાલુકાના આસલપુર ગામે પૂર્વ નિધારીત કાર્યક્રમમાં પહોંચી ગયા હતાં.

જો કે ગઇકાલે તેમના પૂર્વ નિધારીત કાર્યક્રમો બધા કેન્સલ કરવામાં આવ્યા હતાં, પરંતુ કુંવરજીભાઇ તેમના સ્વભાવ મુજબ બેસવા ટેવાયેલા ન હોય આજે આસલપુર પોલીસ જવાનના કાર્યક્રમમાં પહોંચી ગયા છે.

કંુવરજીભાઇની તબીયત હવે સારી હોય ટેકેદારોમાં રાહત છવાઇ ગઇ છે.

(12:02 pm IST)