Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

લુંટનો ભય બતાવી મુસાફરો સાથે ઠગાઇ કરતા ભાડલાના કિશનને એલસીબીએ ઝડપી લીધો

આટકોટ પંથકમાં ઇકોમાં મુસાફરોને બેસાડી લુંટનો ભય બતાવી દાગીના-રોકડ લઇ ગાડી ખરાબ થયાનુ નાટક કરી મુસાફરોને ધકો મારવાનુ કરી કાર લઇ છુ થઇ જતો'તો

તસ્વીરમાં પકડાયેલ ઠગ (નીચે બેઠેલ) સાથે રૂરલ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ નજરે પડે છે.(૧.૧૬)

રાજકોટ તા.૧: આટકોટ પંથકમાં ઇકો કારમાં મુસાફરોને લુંટનો ભય બતાવી છેતરપીંડી કરતા ભાડલાના શખ્સને રૂરલ ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો હતો.

જીલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચના મુજબ પોલીસ ઇન્સપેકટર એમ.એન.રાણા એલ.સી.બી.શાખાના સ્ટાફ સાથે મિલ્કત સબંધી વણઉકેલાયેલ ગુન્હા શોધી કાઢવા સબંધે આટકોટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે, કિશન સંજયભાઇ દાફડા રહે.ભાડલા વાળો સફેદ કલરની ઇકો કારમાં પોતે છેતરપીંડીથી મેળવેલ સોનાના ઘરેણા વેચાણ કરવા સારૂ જસદણ તરફ જનાર છે. જે હકિકત આધારે વોચ ગોઠવી મજકુર ઇસમને રોકડા રૂપીયા-૭૦૦૦ તથા સોનાના બુટીયા નંગ-૨, કિ.રૂ.૨૫,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૨, કિ.૫,૫૦૦ તથા ફોર વ્હીલ કાર નંગ-૧ કિ.રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૩,૩૭,૫૦૦ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

પકડાયેલ કિશન પેસેન્ઝર તરીકે ઇકો ગાડીમાં બેસાડી સુમસાન રસ્તે જઇ પેસેન્ઝરોને લુંટફાટ વાળો વિસ્તાર હોવાનો ભય બતાવી કિંમતી વસ્તુ, ઘરેણા, રોકડ રૂપિયા ગાડીમા રાખી દેવાનુ કહી, બાદ ગાડી ખરાબ થયાનુ નાટક કરી, પેસેન્ઝરોને નીચે ઉતરી ગાડીને ધક્કો મારવાનું કહી, પેસેન્જર ગાડીને ધક્કો મારવા નીચે ઉતરે એટલે ગાડી ચાલુ કરી ગાડી લઇ નાશી જતો હતો. આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ પ્રભાતભાઇ રાયધનભાઇ બાલાસરા, પો.કો.રહિમભાઇ અલ્લારખાભાઇ દલ, તથા પો.કો.મયુરસિંહ બાબુભાઇ જાડેજા રોકાયા હતા.

(12:00 pm IST)