Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ફળદુ કચ્છની મુલાકાતેઃ દવા છંટકાવથી 'તીડ' નિયંત્રણમાં

રાજકોટ : બનાસકાંઠા જિલ્લામાં વાવ, થરાદ, અને કચ્છના લખપત પંથકના ગામડાઓમાં બહારથી ઉતરી પડેલ તીડ (જીવાત)ના કારણે ખેતીને નુકશાન થયુ છે. સરકારે દવા વિતરણ અને સઘન દવા છંટકાવ શરૂ કરાવેલ છે. તીડ સંપૂર્ણ નિયંત્રણમાં અને તેની ગતિ બલુચિસ્તાનમાં હોવાનું કૃષિ મંત્રી આર. સી. ફળદુએ આજે ભુજમાં સ્થિતિની સમીક્ષા બાદ જણાવ્યું હતું.  વધુ વરસાદથી જયાં ખેતીને નુકશાન થયુ છે ત્યાં ખેડૂતોને મળવાપાત્ર વળતર આપવાનું શ્રી ફળદુએ આશ્વાસન આપ્યું છે.

(11:59 am IST)