Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ચાંદલીમાં ૧૨ વર્ષની ધનીનો ઝેર પી આપઘાત

મુળ મધ્યપ્રદેશની બાળાને ફઇના છોકરા સાથે ચડભડ થતાં પગલુ ભર્યુ

રાજકોટ તા. ૨૧: લોધીકાના ચાંદલીમાં લવજીભાઇ નાથાભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના ભગુડીયાભાઇ ડાવર (આદિવાસી)ની ૧૨ વર્ષની દિકરીએ ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

ધની ચાર બહેન અને એક ભાઇમાં ચોથા નંબરે હતી. તેણે ગત રાતે કપાસમાં છાંટવાની દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ લોધીકા પોલીસને જાણ કરી હતી. ધનીને બે દિવસ પહેલા ફઇના છોકરા સાથે ચડભડ થઇ હતી. તે કારણે આ પગલુ ભર્યાની શકયતા તેના માતા-પિતાએ દર્શાવી હતી. મૃતદેહને અંતિમવિધી માટે વતન લઇ જવાયો હતો. લોધીકા પોલીસ વધુ તપાસ કરે છે.

(11:54 am IST)