Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

જામનગરમાં સેવા સેતુ કાર્યક્રમમાં ૨૯૦૭ અરજીનો સ્થળ પર હકારાત્મક નિકાલ

જામનગર તા.૨૧: ગુજરાત સરકારશ્રી દ્વારા પાંચમાં તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. જે અન્વયે બીજો સેવા સેતુ કાર્યક્રમ વોર્ડ નં.૫ થી ૧૦ માટે આયોજન કરવામાં આવેલ હતું.

આ સેવા સેતુમાં સરકારશ્રીના ૧૩ જેટલા વિભાગોનાં સ્ટાફ ધ્વારા અલગ અલગ સ્ટોલમાં જુદી જુદી ૫૭ જેટલી સેવાઓ પૂરી પાડવા માટે આયોજન કરવામાં આવેલ હતું. મેયરશ્રી હસમુખભાઈ જેઠવા અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય વિધિ કરીને આ સેવા સેતુ કાર્યક્રમને વિધિવત રીતે નગરજનો માટે ખુલ્લો મુકવામાં આવેલ.

આ ઉદ્ઘાટન સમારોહમાં મેયરશ્રી હસમુખભાઈ જેઠવા, સ્ટે.કમિટી ચેરમેનશ્રી સુભાષભાઈ જોષી,દંડકશ્રી જડીબેન સરવૈયા,પૂર્વ ચેરમેનશ્રી કમલાસિંહ રાજપૂત, મ્યુ.કમિશ્નરશ્રી સતીશ પટેલ,પ્રાંત અધિકારીશ્રી હર્ષવર્ધન સોલંકી, શહેર મામલતદારશ્રી નંદાણીયા, મ્યુનિસિપલ સભ્યશ્રી રમાબેન ચાવડા, શ્રી પ્રફુલાબેન જાની,શ્રી કુસુમબેન પંડ્યા,શ્રી કિષ્નાબેન સોઢા, શ્રી રીટાબેન ઝીઝુંવાડીયા ઉપસ્થિત રહેલ અને આ મહાનુભાવોનાં વરદ હસ્તે માં અમૃતમ કાર્ડ,પ્રધાનમંત્રી આવાસ યોજનાં,વિધવા સહાય યોજના ઇન્દિરાગાંધી પેન્શન યોજના તેમજ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના મળીને કુલ ૧૬ જેટલા લાભાર્થીઓને કાર્ડ/મંજુરી પત્રક વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી હર્ષવર્ધન સોલંકી તેમજ મેયરશ્રી હસમુખભાઈ જેઠવા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવેલ અને નગરજનોને સરકારશ્રીની વિવિધ સેવાઓનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ.

આ સેવાસેતુમાં કુલ, ૨૯૦૭ અરજીઓનો હકારાત્મક રીતે સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં હેલ્થ વેલનેસ કાર્ડ અંતર્ગત ૧૦૮૦, આધારકાર્ડની કામગીરી અંતર્ગત ૨૬૬, નવા બેન્ક એકાઉન્ટ, આવકનો દાખલો, પ્રોપર્ટી ટેક્ષ, જન્મ-મરણના પ્રમાણપત્રની કામગીરી અંતર્ગત ક્રમશૅં ૧૭૫,૧૩૬, ૧૩૫, ૧૦૦ લોકોએ લાભ લીધો હતો. સાથે જ કારખાના લાયસન્સ, ટાઉન પ્લાનિંગના પાર્ટ પ્લાન, શોપ લાયસન્સ,  માં અમૃતમ કાર્ડ, મમતા કાર્ડ, હેલ્થ ચેકઅપ, વોટર વર્કસ અંગેના મુદ્દાઓ વ્યકિતગત રીતે જે કોઈ અરજદારના લેવાના હોય તે લેવામાં આવશે. તેમજ સરકારીશ્રીની સેવાઓ જેવી કે વૃદ્ઘ પેન્શન, વિધવા પેન્શન, રેશનકાર્ડ, ક્રિમિલેયર સર્ટિફિકેટ, જાતિનો દાખલો, પી.જી.વી.સી.એલ. લગતના મુદ્દાઓ, સમાજ કલ્યાણ અને પછાત વર્ગ વિભાગ હસ્તકના દાખલાઓ અને સર્ટિફિકેટ આ ઉપરાંત લેન્ડ રેકર્ડ વિભાગને લગતા મુદ્દાઓ, બેંક લોન અંગે માર્ગદર્શન વિગેરેની વિવિધ કામગીરીનો કુલ ૧૦૧૫ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

સેવાસેતુમાં આ ઉપરાંત બ્લડટેસ્ટ,બ્લડપ્રેશર,ડાયાબીટીસ ચેકએપ સહિત હેલ્થ ચેકઅપ આરોગ્ય વિભાગ દ્વારા વિના મુલ્યે કરી આપવામાં આવેલ હતુ. જેનો  કુલ ૩૪૩૫ લોકોએ લાભ લીધેલ હતો. આ કાર્યક્રમમાં જીલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા સ્વાસ્થ્ય વર્ધક ઉકાળાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું.

(11:48 am IST)