Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સૈનિક સ્કુલ બાલાચડીનો વાર્ષિકોત્સવ શિક્ષણમંત્રી ચુડાસમાના અધ્યક્ષસ્થાને રંગેચંગે સંપન્ન

વિદ્યાર્થીઓને સુરક્ષાદળમાં જોડાયા શિસ્ત્તબધ્ધ, પ્રમાણિક વ્યકિતત્વના ગુણો વિકસાવવા મંત્રીની ટકોર

જામનગર તા.૨૧: ગુજરાત રાજયની એકમાત્ર સૈનિક સ્કૂલ બાલાચડી જામનગરમાં આજરોજ ૫૮ માં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજયના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મંત્રી દ્વારા શૌર્ય સ્થંભ શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમને ખુલ્લો મુકાયો  હતો.

આ પ્રસંગે શાળાના આચાર્ય ગ્રુપ કેપ્ટન રવિન્દર સિંહે વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં શૈક્ષણિક તથા અન્ય પ્રવૃત્ત્િ।માં શાળાએ પ્રાપ્ત કરેલી સફળતા અને ધ્યેય વિશે તેમણે જણાવ્યું હતું, વધુમાં સ્કૂલની માળખાકીય સુવિધા વિશે તથા વિદ્યાર્થીઓ વધુ ને વધુ સંરક્ષણક્ષેત્રમાં જોડાય તે માટે નવીન શૈક્ષણિક પદ્ઘતિ અપનાવવા અને જે સુવિધા છે તેમાં નવીનીકરણ કરવા વિષેના ભવિષ્યના આયોજનોની રૂપરેખા આપી હતી.

વાર્ષિકોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વૈષ્ણવજન નું ગાયન કરી ગાંધી વંદના કરી હતી. ત્યારબાદ પ્લાસ્ટીક ફ્રી ઇન્ડિયા અને ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ પર  નાટ્યકૃતિ તેમજ અન્ય સાંસ્કૃતિક લોકનૃત્યના કાર્યક્રમો પ્રદર્શિત કરી વિદ્યાર્થીઓએ શ્રોતાગણને મોહી લીધા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ વર્ષ ૨૦૧૮-૧૯ના વિવિધ શૈક્ષણિક, સાહિત્યિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓમાં વિજેતા રહેલ વિદ્યાર્થી તથા ચેમ્પિયન સદનને મંત્રીશ્રી દ્વારા પારિતોષિક અને પ્રમાણપત્ર અર્પણ કરી  સન્માનિત કરવામાં આવેલ હતા. જેમાં ટાગોર હાઉસને 'કોક હાઉસ ટ્રોફી' પ્રદાન કરાયું અને શ્રેષ્ઠ એન.ડી.એ કેડેટને આપવામાં આવતી શ્નકેપ્ટન નિલેશ સોની ટ્રોફીલૃટાગોર સદનના કેડેટ દર્શિત સુવાગીયાને આપવામાં આવી હતી. શાળાના શ્નઓલરાઉન્ડર કેડેટલૃમાટેનો પુરસ્કાર શિવાજી સદનના કેડેટ શુભમ મયંકસિંહને અને શ્રેષ્ઠ એથ્લેટ/સ્પોર્ટ્સમેન પુરસ્કાર કેડેટ રણવીર નંદનને એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરી હતી તથા પુરસ્કાર વિજેતાઓને અભિનંદન આપ્યા હતા અને સંરક્ષણ દળમાં જોડાવા માટે જરૂરી નિષ્ઠાવાન, શિસ્તબદ્ઘ અને પ્રામાણિક વ્યકિતત્વ વિકસાવવા માટે પ્રેરણા આપી હતી. મંત્રીશ્રીએ પ્રદૂષણ, કલાઈમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ અંગે લોકોને અવગત કરી હવામાનની સ્થિરતા લાવવા માટે પ્લાસ્ટિકના ઉપયોગને નકાર અને કાર્બન ઉત્પન્ન કરતા વિવિધ ઉત્સર્જકોનો ઉપયોગ ન કરવા માટે લોકશિક્ષિત કર્યા હતા, સાથે જણાવ્યું હતું કે વૃક્ષો વાવી અને પ્રાણવાયુ મેળવવાની દરેક વ્યકિત આજથી જ પહેલ કરે તો આ પ્રદૂષણ નામના રાક્ષસને ડામી શકાશે તેમાં રાજય સરકાર પણ આ વર્ષ ૧૦ કરોડ વૃક્ષો વાવી અગ્રસર બની રહી છે. જેમાંના સવા કરોડ વૃક્ષ હાલ સુધીમાં શિક્ષણ વિભાગે વાવી અને ઋતુઓની અનિયમિતતા દ્યટાડવાની, હવામાનની સ્થિરતા લાવવાના પ્રયાસોને આગળ વધાર્યા છે.

૧૫૦મી ગાંધી જન્મજયંતી નિમિત્ત્।ે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ખાદીના મહત્ત્।મ ઉપયોગ કરી લોકોને સ્વદેશી કાપડનો ઉપયોગ કરવાની પ્રેરણા આપી હતી.તો સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ઉપયોગમાં લેવાતા ચુલાથી જે કાર્બન ઉત્સર્જન થતું હતું તદુપરાંત ગ્રામીણ બહેનોને ફેફસાની તકલીફો જેવી કે ટીબી જેવા રોગોમાંથી પણ સરકારે આજે ગામે-ગામ મળી સાત કરોડ ગેસકીટ વિતરિત કરી માતાઓ અને બહેનોના આરોગ્યમાં સુધારો કર્યો છે અને કાર્બનના ઉત્સર્જનમાં દ્યટાડો લાવી પ્રદૂષણને નાથવાની પણ સફળતાપૂર્વક કોશિશ કરી છે.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડોડીયા, વાઇસ પ્રિન્સિપલશ્રી ગ્રુપ કેપ્ટન મનુ અરોરા તથા બાલાચડી સૈનિક સ્કુલના અન્ય અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:47 am IST)