Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

પોરબંદરમાં દિવાળી પહેલા રેશનકાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરાશે કે કેમ..?

પરવાનેદારોએ સમયસર ચલણી ભરી દીધા છતા જથ્થો અપાતો નથી : રેશનકાર્ડ લાઇન કામગીરીમાં ધાંધિયા

 પોરબંદર તા.૨૧ : બે માસથી કરતા વધુ સમયથી આશરે પ હજાર ઓનલાઇન રેશનકાર્ડધારકો અનાજ પુરવઠો મેળવી શકતા નથી. સ્થાનિક તંત્રની મનમાનીને લીધે રેશનકાર્ડ ધારકો અને પરવાનેદારોને પરેશાની વધી છે.

કેન્દ્ર સરકાર દેશમાં કોઇ ભુખ્યુ ન રહે માટે સજાગ છે. ત્યારે શહેરમાં સસ્તા અનાજમાં પરવાનેદારો અનાજ સહિત જથ્થો મેળવવા કચેરીમાં સમયસર ચલણ ભરી દયે છે. છતા અનાજ જથ્થા વિતરણના ઠેકાણા નથી. ગોડાઉનથી પ્રક્રિયા નબળી રહે છે તેવી ફરીયાદો છે સરકારના ગોડાઉન અનાજથી ભરેલા છે. પુરતી જાળવણીના અભાવે અનાજ બગડી જાય છે ત્યારે બીજી બાજુ રેશનકાર્ડ ધારકોને સમયસર અનાજ સહિત જથ્થો મળતો નથી તેવી ફરીયાદો છે.

(11:42 am IST)