Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

બગસરામાં વધુ એક બાળાનો ડેન્ગ્યુએ ભોગ લીધો

 બગસરા તા.૨૧: શહેરમાં બે દિવસ પૂર્વે  એક આઠ માસના બાળકનું ડેન્ગ્યુથી મોત થયા બાદ આજે બગસરાના ઉગમણા વાસમાં રહેતા ભરતભાઇ જોગેનની પુત્રી એકતા ઉ.વ.૮નુ  ડેન્ગ્યુના લીધે અવસાન થયાનું જાણવા મળેલ છે.

વિગત અનુસાર બગસરા ઉગમણા વાસમા રહેતા ભરતભાઈ જોગને જણાવેલકે તેમની પુત્રી એકતાંને બગસરા  દવાખાને દાખલ કરવામાં આવેલ અને તેમના લેબોરેટરી રીપોર્ટ કરવામાં આવેલ જેમાં તેમની પુત્રીને વાયરલ તથા ડેન્ગ્યુ નો રિપોર્ટ આવેલ અને વધુ સારવાર અર્થે રાજકોટ દવાખાને ખસેડવામાં આવેલ અને આઈ.સી.યુ.મા દાખલ કરે તે પહેલાજ આઠ વર્ષિય એકતાનું મોત થયેલ હજુ બગસરા શહેરમાં એક દિવસ પહેલાજ એક આઠ મહિનાનો બાળક ડેંગ્યુના લીધે અવસાન પામેલછે

ત્યારે આજે વધુ એક બાળકીનું અવસાન  ડેન્ગ્યુના લીધે થયેલ છે.બે દિવસ પહેલા ડેંગ્યુએ એકનો ભોગ લેતા શહેરમાં ગભરાટ ફેલાઇ રહ્યોંછે અને જાણે આરોગ્ય વિભાગ અને બગસરા નગર પાલિકા જાણે નિંદ્રા અવસ્થામાં હોય તેવું જણાઈ રહ્યું હોય તેવું શહેરી જનોમાં જણાઈ રહ્યુ છે આ તકે બગસરા નગર પાલિકાના સદસ્ય  રશ્વિનભાઈ ડોડિયાએ ફોન ઉપર જણાવેલ કે ચૂંટાયેલા સભ્યોનું સરકારી અધિકારીઓ સાંભળતાજ નથી તેમજ આરોગ્ય વિભાગના ચેતન દેવલુકે જણાવેલકે અમે શહેરમાં ફોગીગની કામગીરી હાથધરીછે અને લોકોએ પણ સહયોગ આપવો જોઈએ અને ડેંગ્યુના મચ્છર ચોખ્ખા પાણીમાં થાય છે અને અનેક વિસ્તારોમાં ચોખ્ખા પાણીના ટાકી ખુલ્લી રાખવામાં આવેલછે તો લોકોએ  પાણીની ટાકી ઢાકી દેવી જોઈએ અને પૂરતો સહયોગ આપવો જઈએ 

જ્યારે નગરપાલિકાના આવા દાવા વચ્ચે  વોર્ડ ન.૫/૬ માં રહેતા વિનુભાઈ ભરખડા અને ભરતભાઈ ભલાળા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે તેમના વોર્ડમા ફોગીંગ કે દવાનો છટકાવ આજદિન સુધી કરવામાં આવેલ નથી.  ફોગીંગની કામગીરી  બે ચાર ઘરમાં અને દવાનો છટકાવ કરવામાં આવેલ બીજે ક્યાંય છાંટકાવ કરેલ નથી જે કામગીરી માત્ર દેખાવ પૂરતી કરવામાં આવેલ હોય તેવું દેખાઈ રહ્યુંછે આમ બગસરા માં હાલ માં ડેન્ગ્યુ નો કહેર વર્તાઇ રહ્યો છે જે ગામ ને કેન્દ્ર ની સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માં શ્રેષ્ઠ કામગીરી નો એવોર્ડ આપેલ આજે તેજ નગર પાલિકા મા સ્વચ્છતા નો અભાવ અને નજરે ચડે છે ભર બજાર માં ઉકરડા તેમજ ભૂગર્ભ ગટર ના પાણી રોડ પર વહી રહ્યા છે આ બાબતે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી કામગીરી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

(11:37 am IST)