Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સુત્રાપાડાનાં નવાગામમાં આઠ વર્ષના બાળકને વીજળીના પોલ સાથે બાંધીને દુકાનદારે માર માર્યો :વિડિઓ વાયરલ

ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે પાટણા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો

ગીર સૉમનાથના સુત્રાપાડાના નવાગામમાં 8 વર્ષના બાળકને દુકાનદારે માર માર્યાની ઘટના સામે આવી છે. દુકાનદારે વીજળીના પોલ સાથે બાંધીને બાળકને માર માર્યાનો વીડીયો વાયરલ થયો છે. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે પાટણા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો છે.50ની નોટ લઇને આવેલા બાળકે રૂપિયા 30નો માલ લીધો હતો. જો કે દુકાનની બાજુમાં સાપ નીકળતા દુકાનદાર તે જગ્યાએ ગયા હતા.અને બાળકને વધેલા પૈસા દુકાનમાંથી લેવા જણાવ્યુ હતુ. જો કે બાળકે 10 રૂપિયા વધારે લીધા હતા. જેથી બાળકને ઢોર માર મારવામાં આવ્યો હતો.

(9:48 pm IST)