Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

જૂનાગઢમાં 1,52 લાખની નકલી નોટ સાથે સંજય ઝડપાયો :એટીએસે બસ સ્ટેન્ડમાંથી દબોચી લીધો

રિમાન્ડ વેળાએ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

જૂનાગઢથી સંજય દેવળીયા નામના શખ્સને ૧ લાખ ૫૨ હજારની નકલી નોટ સાથે ઝડપી લેવાયો છે બાતમી આધારે ગુજરાત એટીએસની ટીમ જુનાગઢ બસ સ્ટેન્ડ ખાતે વોચમાં હતી.

અમદાવાદની બસમાંથી તે નીચે ઉતરતા સંજયની ધરપકડ કરાઇ હતી. જે બાદ ૭ દિવસના રિમાન્ડ મળ્યા બાદ સંજયની પૂછપરછમાં સામે આવ્યુ કે તેની બહેન સુરત રહે છે. જ્યાં તે બંગાળી શખ્સ કાલીયાના સંપર્કમાં આવ્યો હતો તેને આ નકલી નોટ આપી હતી આ નોટનો જથ્થાના બદલામાં ૪૦ હજાર મળવાના હતા.

આરોપી સુથારી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે રૂપિયાની લાલચમાં આવી આરોપી નકલી નોટની હેરાફેરી કરવાના રવાડે ચડ્યો હતો. પરંતુ પહેલી ખેપ દરમિયાન જ ઝડપાઈ ગયો હતો હાલમાં એટીએસ એ તપાસ ચલાવી રહી છે કે આરોપી આ નોટનો જથ્થો કોને આપવાનો હતો અને કાલીયા સાથે તેનો સંપર્ક કોણે કરાવ્યો હતો. તે સહિતના એક પાસાઓની તપાસ હજુ ચાલી રહી છે.

(9:27 pm IST)