Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

વલ્લભીપુર સ્ટેટના રાજવી પ્રવિણસિંહ ઉર્ફે દાદાબાપુ ગોહિલનું ૯૭ વર્ષની ભાવનગરમાં નિધન :ઘેરો શોક

ભાવનગરઃ વલ્લભીપુર સ્ટેટના રાજવી પ્રવિણસિંહ ઉર્ફે દાદાબાપુ ગોહિલનું ૯૭ વર્ષની વયે ભાવનગર મુકામે નિધન થયું છે.દાદાબાપુના નિધનના સમાચાર મળતા ગુજરાત સહિત દેશભરના રાજવી પરિવારો તેમજ ટોચના નેતાઓ ભાવનગર પહોંચી રહ્યા છે.

 રજવાડાઓના વિલીનીકરણ વખતે વલ્લભીપુરના રાજવી ગંભીરસિંહ ગોહિલે સરદાર પટેલની આજ્ઞા માથે ચઢાવી એમના રાજ્યનું વિલિનીકરણ કર્યું હતું. ગંભીરસિંહના પુત્ર પ્રવિણસિંહ ગોહિલ લોક સેવા માટે રાજકારણમાં જોડાયા હતા અને સતત બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. સામાન્ય પ્રજા માટે તેમનું દરબાર ગઢ હંમેશા માટે ખુલ્લો હતો આ ઉપરાંત આસપાસના વિસ્તારના લોકો પણ જાહેર સમારંભ માટે વિનામૂલ્યે દરબાર ગઢનો ઉપયોગ કરી શકતા હતા.

  દાદા બાપુને નામે ઓળખાતા પ્રવિણસિંહની કામગીરીથી વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પણ પ્રભાવિત હતા. જવારલાલ નહેરુ જ્યારે પણ ગુજરાતના પ્રવાસે આવતા ત્યારે દાદા બાપુને પોતાની સાથે રાખતા હતા.

૯૭ વર્ષની વયે પહોંચેલા દાદાબાપુ છેલ્લા ત્રણ દિવસથી બીમાર હતા સારવાર કરવામાં આવી રહી હતી. જ્યાં રવિવારના રોજ તેમનું નિધન થતાં સમગ્ર વલભીપુર અને ભાવનગર પંથકમાં શોકની લાગણી વ્યાપી છે.

(8:20 pm IST)