Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી ઉદ્યાેગપતિ છબીલ પટેલનો આપઘાત: પટેલ સમાજના હોસ્‍પિટલે ટોળા ઉમટ્યા

 

સુરેન્‍દ્રગનર : આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં છબીલ પટેલનું મોત થયુ હતુ અને તેમના પત્નીને બચાવ ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પટેલ સમાજનાં ટોળાએ હોસ્પિટલે ધસી આવી દંપતીને મરવા માટે મજબુર કરનારા શખ્શો સામે ગુનો દાખલ કરોની માંગણી કરી હતી. જો કે 40

કલાકથી વધુનો સમય વિતવા છતા આ કેસમાં કોઇ દાખલ ન થતા પરિવારજનોએ ડેડબોડીનો સ્વીકાર કરવાની ના પાડતા મામલો ગરમાયો હતો.

ખુદ ભાજપનાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ પણ આ મામલે પોલીસ સ્ટેશન આવી પોહોચ્યા હતા છતા આ કેસમાં કોઇ ફરિયાદ દાખલ ના કરાતા ડેડબોડી

હોસ્પિટલનાં રુમમાં પડી રહી હતી. આ કેસમાં બિઝનેસમેન છબીલ પટેલનાં સુસાઇડ બાદ એમના બન્ને પુત્રો જેમાં મોટા પુત્ર હિમાંશુ પટેલ જે દોઢ મહીનાથી .

જેલમાં હતો તેમણે મીડિયા સામે આવી કહ્યું કે 12 લોકો રુપિયા માટે ટોર્ચર કરતા હતા જેનાં કારણે મારા પિતાએ આ પગલું ભર્યાનો આક્ષેપ કર્યો હતો. આ શખ્શોએ 160 કોરા ચેકોમાં સહી કરાવી લીધી હતી. બાદમાં ચેક રીટર્નનાં કેસો કરી અમારી પર કેસ દાખલ કર્યા હતા જે લોકો મારા પિતાને ટોર્ચર કરતા

હતા. જેથી મારા પિતાએ આ પઞલું ભર્યુ હતુ. તેમણે આ તમામ લોકો સામે ફરિયાદ દાખલ કરો પછી જ ડેડબોડી સ્વીકારાશે તેવું કહ્યું હતુ. ઘટનાને 40

કલાકથી વધુનો સમય વિતવા છતા પણ કોઇપણ કાર્યવાહી કરવામાં નથી આવી અને મીડિયા સામે પણ પોલીસે કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો, જેથી

પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ દાયરામાં છે.

પરિવારે જણાવ્યું કે રાજકીય પ્રેશરને કારણે ફરિયાદ લેવામાં નથી આવતી. આખી ઘટનામાં સવારે પુત્ર દ્વારા અપાયેલ સ્ટેટમેન્ટમાં કુલ 12 આરોપીઆેનાં

નામ જાહેર કરાયા હતા. આ ઘટનામાં બિઝનેસમેન પિતા અને બે પુત્ર સામે આજથી આશરે દોઢ મહિના પહેલા ચેક રીટર્ન અને છેતરપિંડીનાં કેસમાં 4.10

કરોડની વેપારીઆે દ્વારા ફરિયાદ દાખલ કરાઇ હતી. જેમાં પિતા-પુત્રની ધરપકડ કરાઇ હતી. આ કેસમાં છબીલદાસને જામીન મળ્યા હતા.

(3:37 pm IST)