Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

મોરબી પોલીસે ઈ ગુજકોપ એપના ઉપયોગથી અકસ્માત સર્જનાર આરોપીને ઝડપ્યો

મોરબી: મોરબી નજીક અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થયો હોય જેને ઝડપી લેવા પોલીસે ઈ ગુજકોપ પોકેટ કોપ ડેટાબેઝનો ઉપયોગ કરીને આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે

     મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી રાજકોટ હાઇવે પર અજંતા ફેક્ટરી નજીક બનેલા અકસ્માતના બનાવ અંગે પીઆઈ આર જે ચૌધરી અને પીએસઆઈ એમ વી પટેલની ટિમ તપાસ ચલાવતી હોય જેમાં અકસ્માત સર્જનાર વાહન સફેદ કલરની મહિન્દ્રા XUV 500 જેના રજી નં બીઆર 2712 અપૂરતા મળ્યા હતા ત્યારે પોલીસે ઈ ગુજકોપ પોકેટ કોપ ડેટાબેઝમાં મોડલ, કલર અને નંબર દ્વારા સર્ચ કરી એનાલિસિસ કરતા કાર નંબર જીજે 11 બીઆર 2712 માલ્ટા વાહનમાલિકનું સરનામું મેળવી વાહનચાલક મહમદ યુસુફ ઇબ્રાહિમ શેખ રહે ઘંટેશ્વર પાર્ક રાજકોટ વાળાની અટકાયત કરી અકસ્માતનો ગુન્હો ડિટેકટ કરેલ છે.

(11:55 am IST)