Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

એનસીપીના સૌરાષ્ટ્ર-કચ્છના નિરીક્ષકો જાહેર

કેન્દ્ર સરકારની નિતી સામે એનસીપી બિનસાંપ્રદાયીક પક્ષો સાથે રહી લડશે : જોષી - દાફડા

રાજકોટ તા. ૨૦ : ગુજરાતમાં વર્તમાન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નિષ્ફળ નીતિ સામે સંગઠિત થઇને ગુજરાતના અનેક પ્રશ્નો માટે એક રાષ્ટ્રીય નેતૃત્વની ગુજરાતને તાતી આવશ્યકતા છે. ખેડૂતોના પ્રશ્નોને કે પાણીના પ્રશ્નો હોય, ઉદ્યોગોની સમસ્યાઓ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સંપૂર્ણ અવ્યવસ્થા થયેલ છે તેમજ આમ જનતાને વિશ્વાસ પડે તેવા નેતૃત્વ માટે એનસીપીના ગુજરાતના આગેવાનોએ જણાવ્યું કે, ગુજરાતમાંથી સૌરાષ્ટ્રનાં હાર્દસમા રાજકોટની લોકસભાની બેઠક પરથી  ઉમેદવારી કરી અને એક સક્ષમ નેતૃત્વ પુરૃં પાડો. કેન્દ્રીય મંત્રી તરીકે આપના કાર્યકાળમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર ભારતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્ય થયેલ છે તેમજ રોજગારીનું સર્જન થયું હતું. જે અત્યારની વર્તમાન કેન્દ્ર સરકાર તેમાં નિષ્ફળ ગયેલ છે. દેશની અત્યારની પરિસ્થિતિમાંથી ઉગારવા દેશને રાષ્ટ્રીય સ્તરેથી શરદ પવારજી ૨૦૧૯માં બનનારી સરકારની આગેવાની કરે તે સમયની માંગ છે.

સાંપ્રદાયિક અને ગુમરાહ કરનાર ખોટા ઝુમલાથી પ્રજાનો દ્રોહ કરનારી સરકાર સામે બિનસાંપ્રદાયિક પક્ષો સાથે સંગઠિત થઇ ગુજરાતમાં ચૂંટણી લડાવી જોઇએ તેમાં આપ અગ્રેસર ભૂમિકા નિભાવશો એવી અમને ખાત્રી છે અને રાજકોટની બેઠક પરથી આપ સાંપ્રદાયિક અને નિષ્ફળ સરકારના પ્રતિનિધિને જરૂરથી હરાવી શકશો. તેમ પ્રદેશ એનસીપીના મંત્રી હરેકૃષ્ણ જોષી અને મહામંત્રી ડો. જગદીશચંદ્ર દાફડાએ જણાવ્યું હતું. (૨૧.૧૮)

NCPના લોકસભા નિરીક્ષકોની યાદી

સીટનું નામ    નિરીક્ષકોનું નામ

અમદાવાદ પૂર્વ હેમાંગ શાહ

અમદાવાદ પશ્ચિમ      રાજેશ ત્રિવેદી

પોરબંદર      કાંધલ જાડેજા

જૂનાગઢ       જમનદાસ ગેડિયા

કચ્છ           સુખાભાઇ ડાંગર

સુરેન્દ્રનગર    ઓમદેવસિંહ જાડેજા

રાજકોટ        અશ્વિન ભીમાણી

જામનગર      હરેકૃષ્ણ જોશી

ગાંધીનગર     કરશનજી ઠાકોર

પાટણ         શિવરામ ફોશી

મહેસાણા       મનોજ પટેલ

બનાસકાંઠા     ઇરફાન શેખ

ભાવનગર     જયંતી ગોહિલ

અમરેલી       જે.આર.જાની

આણંદ         ઇલ્યાસ મલેક

ખેડા           શરદ પટેલ

સાબરકાંઠા     હિતેન્દ્ર પટેલ

પંચમહાલ     માજીદ ખોખર

દાહોદ         ખુમાનસિંહ ચૌહાણ

છોટા ઉદેપુર   ખુમાનસિંહ ચૌહાણ

વડોદરા       ટીનાભાઇ પટેલ

ભરૂચ          નીખીલ પટેલ

નવસારી       દશરથભાઇ પટેલ

(4:30 pm IST)
  • બનાસકાંઠાના ગુંદરી ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂની 7440 બોટલ અને ટ્રેઈલર સહિત કુલ 38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પાઉડરની બોરી વચ્ચે સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે પાંથાવાડા પોલીસે બે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે access_time 7:57 pm IST

  • સુરત મગદલ્લા બંદર માં પાણીની ટાંકીમાં બે બાળકી ડૂબી: નવ વર્ષની બાળકીનું મોત :એક બાળકીનો બચાવ :બાળકીને સારવાર હેઠળ સિવિલમાં ખસેડાઈ: બાળકીના પરિવાર બિહારના રહેવાસી: બે મહિના પહેલા સુરત મા કામકાજ માટે સુરતમાં આવ્યા હતા access_time 9:41 pm IST

  • અમદાવાદ:MLA ગુજરાત લખેલી કારચાલકની દાદાગીરી:ડો.મિતાલી વસાવડાને બોલ્યા અપશબ્દો:ડો.મિતાલી શેલ્બી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે :MLA ગુજરાત લખેલી કારનાં ચાલકે બોલ્યા અપશબ્દો:પ્રજાના સેવકનાં કારચાલકનું ડોક્ટર સાથે અસભ્ય વર્તન: મહિલા ડોક્ટરે સોલા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ access_time 10:03 pm IST