Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

અમરેલીના ત્રણ લોકોને ગેંગરેપ કેસમાં ફસાવવાની ધમકી આપવાના મામલે ત્રણ આરોપીની ધરપકડ

 

અમરેલીના ત્રણ યુવકોને ગેંગરેપના કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર શખ્સો વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે હિના સોલંકી, રાહુલ આહિર અને અરવિંદ ગજેરા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

  અમરેલીના 3 લોકો મનસુખ માંગરોળીયા મહેશ ઉમિયાશંકર અને તેનો એક મિત્ર, જૂનાગઢની રેખા નામની મિત્રને મળવા ગયા હતા. તે સમયે અન્ય 2 મહિલાઓ ત્યાં હાજર હતી. સમયે રાહુલ આહિર, અરવિંદ ગજેરા અને અન્ય એક શખ્સે નકલી પોલીસ બનીને અમરેલીના 3 યુવકોને ગેંગરેપના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને માર માર્યો હતો

 બાદમાં 10 લાખની ખંડણી માંગી હતી.જેમાં 5 લાખ આંગડીયા મારફત મંગાવીને ત્રણેયને મુક્ત કર્યા હતા ત્યારે ઘટનાના 2 મહિના પછી ફરિયાદ નોંધાતા પોલીસે એક મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)