Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

દ્વારકામાં ૩૯ બંધ કરાયેલ વાડી શાળાઓ શરૂ કરવા તથા કે.જી.બી.વિદ્યાલય ભાટીયા શરૂ કરવા આવેદન

વાલીઓ આગેવાનો છાત્રો જોડાયા

ખંભાળીયા તા. ર૧ : તાજેતરમાં ગુજરાત સરકારના આદેશનથી દ્વારકા જિલ્લામાં શિક્ષણાધિકારી દ્વારા ૩૦ વાડી શાળાઓને નજીકની શાળામાં મર્જ કરાતા તથા અગાઉ ખુદ રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાટીયા કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ધો.૯ થી ૧ર શરૂ કરવા ખાત્રી આપેલ જેના થતા આગેવાનો, વાલીઓ, છાત્ર,છાત્રાઓ દ્વારા ગઇ કાલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં  આવ્યું હતું.

એક કિ.મીથી દુર શાળા હોય તે બંધના થઇ શકે તથા અગાઉ ૧૩ દિવસ સુધી છાત્રાઓએ આંદોલન કરેલ તે ભાટીયાની કે.જી.બી.શાળા શરૂ કરવા મંત્રી તથા અધિકારીઓ તથા પદાધિકારીઓની ખાતરી છતા દોઢ-દોઢ વર્ષથી શાળા શરૂ ના થતા જિલ્લાના વાલીઓ તથા છાત્રોએ મંત્રી અધિકારીએ દગો કર્યોના નારા સાથે ગુજરાત કોંગ્રેસના નેજા હેઠળ લડતનું રણશીંગુ ફુંકીને જિલ્લા કલેકટર તથા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીને તાકદે ચાલુ નહી થાય તો આંદોલનની ચીમકી અપાઇ છે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પાલભાઇ આંબલિયાની આગેવાનીમાં ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, મુળુભાઇ કંડોલિયા, એભાભાઇ કરમુર, દેવુભાઇ ગઢવી, દાનાભાઇ માડમ, રામભાઇ ગોરીયા, સાવન કરમુર ગોવિંદ આંબલિયા, દેવાણંદ માડમ,, અરવિંદ આંબલિયા વિ. જોડાયા હતા.

(1:19 pm IST)