Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કેશોદ ગુંડાગિરી નાબુદી સમિતીના પ્રમુખ દિનેશ રૂપારેલીયાના હત્યારાઓને સાક્ષી બની દાખલારૂપ સજા અપાવેલઃ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ગાજીપરા

ગુંડાગિરીની લડતમાં શહાદત વહોરેલ હાલના ભાજપ નેતાઓએ ઝાકમાળ જોયેલ છે

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૧: કેશોદના વતની અને જુનાગઢને કર્મભૂમિ બનાવીને રહેતા ભાજપ અગ્રણી જુનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ એડવોકેટ ભરતભાઈ ગાજીપરાએ કેશોદની સરકીટ હાઉસમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ કે ૧૯૮૪ની સાલમાં કોંગ્રેસની સરકાર વખતે કેશોદમાં ગુંડાગિરી સામે લડતા હતા ત્યારે તા. ૧૯/૯/૧૯૮૪ની રાત્રે તેમનાપર અને ભાજપના ગુંડાગિરી નાબુદી સમિતીના પ્રમુખ દિનેશભાઈ રૂપારેલિયા પર હુમલો થતા દિનશભાઈ રૂપારેલિયાની નિર્મમ હત્યા થયેલ હતી. શ્રીદિનેશભાઈની હત્યાના પડઘા જેતે સમયે ભાજપના રાષ્ટ્રિય લેવના સંગઠનમાં પડતા આ હત્યાથી અટલજી સહિતની નેતાગિરી ચોંકી ઉઠી હતી. આ દશકા દરમ્યાન આ ઉપરાંત ત્રણ ચાાર રાજકિય માણસોની જાહેરમાં હત્યાઓ થયેલ હતી જેમાંથી દિનેશ રૂપારેલિયા હત્યા કેસમા પોતે સાક્ષી તરીકે રહી સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓના પ્રયાસોથી આ હત્યામાં સંકળાયેલા તમામને દાખલારૂપ સજા અપાવેલ હતી.

એડવોકેટ ગાજીપરાએ વિશેષમાં જણાવેલ કે

૧૯૮૦ થી ૧૯૯૦ના દાયકમાં રાજય કૈન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. તે સમયે કોંગ્રેસની રાજકીય ઓથ નીચે સૌરાષ્ટ્રમાં ભારે ગુંડાગીરી ફાલીફલી હતી. તે સમયના ભાજપના ગુજરાતના મોભી સ્વ.ચીમનભાઈ શુકલ અને સ્વ.સુર્યકાંત આચાર્ય દ્વારા ગુંડાગીરી નાબુદી સમિતી બનાવી નાના મોટા બનાવોમાં ગુંડાગીરીનો ભોગ બનેલ લોકો માટે ઢાલ સમાન પ્રવૃતિ આ બન્ને આગેવાનો કરતા હતા. તે સમયે જુનાગઢ જીલ્લામાં ભાજપના કાર્યકર્તાઓ માથુ હાથમાં લઈ ગૂંડાઓ સામે લડી પ્રજાને રક્ષણ આપતા હતા.

આ સમય ગાળામાં જુનાગઢ ભાજપના આગેવાન ભીખુભાઇ યાદવ જુનાગઢ મોતીબાગથી અગતરાય જવા માટે તે સમયના યુવક કોંગ્રેસ તેમજ ટેક્ષી એસો.ના પ્રમુખ દીનેશપરી ગૌસ્વામીની ટેક્ષીમાં બેસેલ અને અગતરાય મુકામે ૧ રૂપિયાના ભાડા ફેર બાબતે બોલાચાલી અને તુ....તુ.... મે......મે..... થયેલ. આ સમયે મંગલપુરના આહીર યુવા રીક્ષા ચાલક ધરમણ જીલડીયાએ વચ્ચે પડી મારામારી થતા અટકાવેલ, આ આહીર યુવાન બીજા દિવસે કેશોદ બસ સ્ટેન્ડ છકડો રીક્ષા લઈને આવેલ ત્યારે યુવક કોંગ્રેસના પ્રમુખ અને તેની ટોળકીએ ગઈકાલે વચ્ચે કેમ પડેલ હતો તેમ લઈ ભારે ઢોર માર મારેલ અને હાથમાં ફેકચર પણ કરી નાખેલ છતા કેશોદ પોલીસ યુવક કોંગ્રેસની ધાક અને ગુંડાગીરી વિરૂધ્ધ ફરીયાદ લેવાનો ઈન્કાર કરેલ, જેથી તે સમયના કેશોદના ગુંડાગીરી નાબુદી સમિતિના પ્રમુખ દિનેશ રૂપારેલીયા તેમજ/પત્રકાર અને ભાજપના જીલ્લા પંચાયતના સદસ્ય ભરત ગાજીપરાએ કોંગ્રેસની ગુંડાગીરી સામે અવાજ ઉઠાવી ગુંડાઓ વિરૂધ્ધ ફોજદારી ફરીયાદ દબાણ કરી લેવડાવેલ. આ બાબતનુ વેરઝેર રાખી ભાજપના આ બત્ને લડવૈયા યુવાનો તા.૧૯/૦૮/૧૯૮૪ ના રાત્રે ૧૧:૪૫ના સુમારે ચાલીને વેરાવળ રોડ ઉપર કૃષ્ણનગર ખાતે ઘરે જતા હતા ત્યારે આંતરીને હુમલો કરતા ૩૦ થી વધુ છરી, તલવાર, ધારીયા, કુહાડીના ઘા થી ગંભીર ઈજા પામેલ દીનેશ રૂપારેલીયાનુ સ્થળ ઉપર મૃત્યુ થયેલ અને ગંભીર ઈજા સાથે ભરત ગાજીપરાને જુનાગઢ સરકારી દવાખાને ખસેડેલ જયાં ત્યાં આબાદ બચાવ થયેલ. આ બનાવ રાત્રે ૧૧:૪૫ ના સુમારે ગામની બહાર અંધારામાં બનેલ, અને એકમાત્ર ઈજા પામનાર ફરીયાદી/સાક્ષી ભરત ગાજીપરાં  હતા. તેમ છતાં સ્વ.ચીમનભાઈ શુકલ, સ્વ. સુર્યકાંત આચાર્ય, સ્વ. નરસિંહભાઈ પઢીયાર, સ્વ.હરીચંદ્ર પટેલ વિધાન સભા પુર્વ અધ્યક્ષની અંગત મહેનતથી તેમજ ભા.જ.પ.ના ટીમ વર્કથી ગુન્હેગારોને જન્મટીપની સજા કરાવેલ.

આ સમયગાળામાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના રાજમાં વ્યાપક ગૂંડાગીરી હતી. જેનો ભોગ લડાયક ખેડુત નેતા ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા, કાલાવડના ધારાસભ્ય ભીમજીભાઈ પટેલ, પુર્વ આરોગ્યમંત્રી વલ્લભભાઇ પટેલ, પોરબંદરના ધારાસભ્ય વસનજી ખેરાજ સહીત અનેક આગેવાનોની જાહેરમાં અનેક લોકો વચ્ચે ખુન થયેલ તેમછતા એકેય કેસમાં આરોપીઓને પુરતી સજા ન થયેલ મોટા ભાગના આરોપી છુટી ગયેલ, ત્યારે  સતા વિહોણા ભા.જ.પ એ ગુંડાગીરી સામેની લડાઈમાં દાખલા રૂપ જન્મટીપની  સજા કરાવેલ અને કેશોદ/જુનાગઢ જીલ્લાની પ્રજાને ગુંડાગીરી મુકત બનાવેલ.

બનાવ બાદ સ્વ. દિનેશ રૂપારેલીયા અને ભરત ગાજીપરાને ઘરે આશ્વાસન આપવા અટલ બીહારી વાજપાઈ, કેશુભાઈ પટેલ, મકરંદ દેસાઈ સહીતના અનેક આગેવાનો આવેલા. ૧૯૮૦ થી ૧૯૯૦ દાયકામાં કેશોદ, વધાવી, સરસરઈ, મોણીયા, સુડાવડ, મોરવાળા, પોરબંદર સહીત અનેક બનાવોમાં ભાજપના મોવડીઓએ ગુંડાગીરી સામે પડકાર ઝીલી પોલીસને કાનુની કાર્યવાહી કરવા મજબુર કરી પ્રજાને રક્ષણ પુરૂ પાડેલ. આવીજ ગુંડાગીરી સામે લડત માણાવદર જનસંઘના કાર્યકર ગોરધનભાઈ સથવારાએ જુનાગઢના કિરણ  શેઠે આપેલ અને ગુંડાગીરી સામેની લડતમાં સહાદત વહોરેલ હાલના ભા.જ.પ. નેતાએ ઝાકમાળ જોયેલ છે.

(1:18 pm IST)