Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

હિન્દુ પરંપરાના શ્રાધ્ધની સમજ પણ મહત્વની છે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા : પૃથ્વીને ૧ર રાશિ ચક્રથી બાંધવામાં આવી છે. જેમાં મેષને પ્રવેશદ્વાર સમગ્ર વિશ્વનું મનાય છે તથા મીન મોત દ્વારા કહે છે. મીન રાશી બ્રહ્મલોક કે દેવલોક સાથે જોડાયેલી તથા કન્યા રાશિ પિતૃ લોક કે ચંદ્રલોક સાથે જોડાયેલી છે.

પંદર જુલાઇ પછી સુર્ય દેવતાની દક્ષિણયાત્રા શરૂ થાય છે. જેને તૃતિયાયનના સુર્ય તરીકે ઓળખાય છે. આ સુર્ય ધીમે ધીમે કન્યા અને તુલા રાશી તરફ જઇ પિતૃલોકને જગાડે છે.

શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ ચંદ્રની સોળ કલા છે. જે હિન્દુ પંચાગની સોળ તિથિ સાથે જોડાયેલી છે. મૃત્યુ પછીઅ ાત્મા જે તિથિએ મૃત્યુ પામેલ હોય તે તિથીની ચંદ્રકળામાં તે સ્થાન પામે છે તથા પુનમથી અમાસ સુધી સોળ તીથી હોય છે. પુનમ ભાદરવા સુદમાં પિતૃ જાગે છે તથા દરેક કળાના દ્વાર ખુલતા જાય છે. જેથી પિતૃ જાગે છે. તથા દરેક કળાના દ્વાર ખુલતા જાય છે. જેથી પિતૃઓ પોતપોતાના ૅઘેર જઇ શકે છે. ચંદ્રનું અસ્તિત્વ દુધ-ખીરનું હોવાની શ્રાધ પક્ષમાં દુધ ખીરનું વિશેષ મહત્વ છે. દરેક તિથિએ મૃત્યુ પામેલ પિતએ તેના સ્વજનને ત્યાં આવી શ્રાધ પામી સંતુપ્ત થાય છે અને આશિર્વાદ આપે છે જે પરિવાર શ્રાધ કરતા નથી તેના પિતૃ અતૃપ્ત થાય છે. એમ કહેવાય છે કે શ્રાધના મળતા અતૃપ્ત રહેતા પિતૃ અમાવાસ્યાના ફરી તેના સ્વજનને ત્યાં જાય છે. તેથી સર્વ પિતૃ અમાવાસ્યા કહેવાય છે. શ્રધ્ધા હોય તેજ શ્રાધ કરે છે તથા દક્ષિણા કાગવાસનું ખુબ  જ મહત્વ છે અને બ્રહ્મ ભોજન પણ મહત્વનું ગણાય છે.

(1:17 pm IST)