Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

પોરબંદરમાં ૪પ યુવાનો યુવક કોંગ્રેસમાં જોડાયા

પોરબંદર તા. ર૧ :.. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ૪પ યુવાનો યુવક કોંગ્રેસમાં જોડાય જતાં તેમને કોંગ્રેસને ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતાં.

તાજેતરમાં પોરબંદર જિલ્લા યુવક ટીમના હોદેદારોની નિમણુક થઇ છે. જેમાં તેજસ્વી યુવાનો નવનિયુકત હોદેદારો તેના વિસ્તારના યુવા આગેવાન છે. તેના પ્રયાસોથી કોંગ્રેસ કાર્યલય ખાતે એક મીટીંગનું આયોજન કરેલ હતું.

ત્યાં અલગ અલગ વિસ્તારના ૪પ જેટલા યુવાનો કોંગ્રેસ સાથે જોડાયેલ અને આ તમામને યુવક કોંગ્રેસ ધર્મેશભાઇ પરમારની અને તેના ટીમ મેમ્બરોની આગેવાનીમાં ખેસ પેરીને આવકારેલ હતાં.

(1:12 pm IST)