Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

પોરબંદરઃ ૧પ૦ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ૭ ઇરાનીઓને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૧ :.. અરબી સમુદ્રમાંથી ૧પ૦ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલ ૭ ઇરાની ખલાસીઓને  રીમાન્ડની માગણી સાથે પોરબંદર કોર્ટમાં આજે રજૂ કરાશે.

અરબી સમુદ્રમાંથી ૧પ૦ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલ ૭ ઇરાનીઓને બોટ સાથે કોસ્ટ ગાર્ડ અને એટીએસ ટીમે ઝડપી લીધા બાદ સાતેય ઇરાનીઓને પોરબંદર લાવીને આકરી પુછપરછ કરવામાં આવી હતી. સાતેય ઇરાનીઓને ડ્રગ્સ કયાંથી લાવવામાં આવ્યું...?

કયા ડીલીવરી કરવાનું હતું...? ડ્રગ્સની હેરાફેરીમાં અન્ય કોણ કોણ સામેલ હતું...? વગેરે વિગતો મેળવવા સુરક્ષા એજન્સીઓ દ્વારા પ્રયત્નો થઇ રહેલ છે. સાતેય ઇરાનીઓને રીમાન્ડની માગણી સાથે પોરબંદર કોર્ટમાં રજૂ કરાશે.

પોરબંદરનો દરીયાકાંઠો અતિ સંવેદનશીલ જાહેર થયેલ છે. આ ફરીયાદમાં ઉપર ભુતકાળમાં અનેક વખત ડ્રગ્સ પકડાયુ છે. પોરબંદર દરિયાથી લઇ આંતર રાષ્ટ્રીય જળસીમા સુધી સુરક્ષા એજન્સીઓનું પેટ્રોલીંગ ચાલુ હોય છે. જેના કારણે અવાર નવાર ડ્રગ્સ પકડાય છે. પોરબંદર દરીયાકાંઠો ૧૯પ૬ થી દાણચોરી તેમજ ૧૯૮પ પછી આરડીએકસ તથા હથિયારોના લેન્ડીંગથી કુખ્યાત કાંઠો બની ગયેલ છે દેશહિત માટે કાંઠા ઉપર નજર રાખતા ડેન્જર અને ચાર્લી તેમજ રોબર્ટ-રોઝીના સર્વે ઉપરથી સંવેદનશીલ કાંઠા ઉપરની પ્રવૃતિનો અગાઉથી ઇશારો કરીને તંત્રને સચેત કરી દયે છે.

(1:11 pm IST)