Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

પુરગ્રસ્ત જામનગર શહેરમાં સર્વેની ઉપરછલ્લી કામગીરી થતી હોવાનો આક્ષેપ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૧ : જામનગર શહેર તથા આસપાસના વિસ્તારોમાં અનેક સ્થળે ખાસ કરીને નીચાણવાળા અને ગરીબ ,પછાત વર્ગ ના વિસ્તારોમાં અતિવૃષ્ટિ તથા પુર ના કારણે ગોઠણ ડૂબ/ગળા ડૂબ પાણી ભરાઈ ગયા આ પરિણામે અસંખ્ય લોકોના ઘરમાં ઘર વખરી ,ફર્નિચર , ગાદલાં - ગોદડા, કપડાં , અનાજ વગેરે ને ભારે નુકશાન થયું છે. અનેક મકાનો ને પણ નુકશાન થયું છે ખાસ કરીને ઘરોમાં પાણી ભરાઈ જવાથી ગરીબ - નિમ્ન મધ્યમ વર્ગ ના પરિવારો કે જેમણે લોન થી , હપ્તે થી ટી.વી.,પંખા , ફર્નિચર વગેરે લીધા છે તેમના આ ઉપકરણો ને નુકશાન થયું છે. બાર માસ ચાલે તેવા ભરેલા અનાજ પલળી ગયા છે.સંસકૃતી ફોઉન્ડેશન દ્વારા જયારે અસરગ્રસ્ત વિસ્તારો માં ૧૨૦૦૦ જેટલી ફૂડ કીટ નું વિતરણ કરવા માં આવ્યું ત્યારે અમુક વિસ્તારો માં ઘરે ઘરે જઈ ત્યાં ના રહીશો ને મળી તેમની લાચારી જોઈ છે અને પરિસ્થિતિ જોઈ છે .આ તમામ બાબતો નું ઝીણવટ થી દરેક નુકસાનીની વિગતો નો સર્વે કરી અસરગ્રસ્ત પરિવાર ને તે પ્રમાણે પૂરેપૂરી નાણાકીય સહાય મળે તે માટે  મુખ્યમંત્રી શ્રી ને રજુઆત થઇ છે.

હાલ સરકારી તંત્ર દ્વારા સર્વે ની કામગીરી ચાલી રહી છે.તેમાં અરજદારો ની સહી ફોર્મ ઉપર લઈ જે તે ઘર નો સર્વે થઈ ગયો હોય તેવી ઉપરછલ્લી કામગીરી થઈ રહી હોવાનું જાણવા મળે છે. જો આવી રીતે કામગીરી થશે તો નુકશાની ની સાચી વિગતો તંત્ર સુધી પહોંચશે નહિ અને અસરગ્રસ્તો ને યોગ્ય સહાય કે રાહત મળશે નહિ.  આથી સર્વે ની કામગીરી ઝડપ થી થઈ રહી છે તે ખરેખર આવકારદાયક છે, પણ કોઈ અસરગ્રસ્ત ને અન્યાય ન થાય એવા પગલાં લેવા કલેકટરને વિનંતી કરાઇ છે.

(1:03 pm IST)