Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

જુનાગઢઃ ચેક રિટર્નના કેસમાં નીચેની કોર્ટ દ્વારા થયેલ સજાના હુકમને સેસન્સની બહાલી

જુનાગઢ તા.ર૧ : વ્યકિતગત વ્યવહારો તથા ધંધાકીય વ્યવહારોમાં ચેક દ્વારા ચુકવણુ કરવાનું ચલણ વધતુ જાય છે. અપ્રમાણીક  ઇરાદાવાળા ઇસમો દ્વારા આવા ચેકોનું ચુકવણુ ન થાય તે માટે બેંકોમાં બેલેન્સ રાખવામાં આવતુ હોતુ નથી.આ ગુનાહીત માનસ ધરાવતા ઇસમોને લાલબતી ધરતો. ચુકાદો જુનાગઢના પ્રીન્સીપાલ સેશન્સ જજ શ્રી બુખારી દ્વારા આપેલ હતો.

જેમ્સ માસ્ટર બેચના નામથી કલર્સ પ્લાસ્ટીકના દાણા બનાવવાની જુનાગઢના ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ફેકટરી ધરાવે છે. જેતપુર મુકામે કીરીટ કેશુભાઇ કરેડ, પ્લાસ્ટીકની ફેકટરીમાં ભાગીદાર હતા. આ વખતે જુનાગઢની કલર્સ દાણાની ખરીદીની રકમ ચુકવવા ચેક આપેલ.આ ચેક પરત ફરતા જેમ્સ માસ્ટર બેંચના માલીક અશોકભાઇ ધરડેશીયાએ નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ તળે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ. આ ફરિયાદ ચાલતા દરમિયાન પક્ષકારો વચ્ચે સમાધાન થતા કીરીટ કેશુભાઇ  કરેડ દ્વારા ભાગીદારના દરજજે તેના હિસ્સાની રકમ ચુકવવા ચેક આપેલ. આ ચેક પણ પરત ફરતા અશોકભાઇ ઘરડેશીયા દ્વારા આરોપી કિરીટભાઇ કેશુભાઇ કરેડ, જેતપુરવાળા વિરૂધ્ધ ચેક રિર્ટનની ફરિયાદ કરેલી. આ કામે જુનાગઢના એડીશનલ ચીફ જયુડી. મેજી. એ આરોપીને સજા કરેલી.

આરોપી  દ્વારા જુનાગઢના પ્રીન્સીપાલ સેશન્સ જજશ્રી બુખારી કોર્ટમાં અપીલ કરેલ. આરોપી દ્વારા તેણે ફરીયાદીને અગાઉના કેસમાં રકમ ચુકવતી આપેલી તેથી ફરિયાદીએ કેસ પરત ખેંચેલ. આ રકમ પરત ચુકવવાછતા ફરિયાદીએ ચેક પરત ન આપેલ હોવાનો તથા અન્ય જુદા જુદા કરવામાં આવેલ બચાવ સેશન્સ કોર્ટ દ્વારા ગ્રાહય રાખવામાં આવેલ નહી.

ફરીયાદી (રિસ્પોન્ડન્ટ)ના એડવોકેટ ડી.ડી. રૂપારેલીયા દ્વારા વિસ્તૃત દલીલો તથા સુપ્રીમ કોર્ટ તથા જુદી જુદી હાઇકોર્ટના ચુકાદાઓ રજુ થયેલ. જે ગ્રાહય રાખી સેશન્સ જજે નીચેની કોર્ટનો આરોપીનો સજાનો હુકમ માન્ય રાખેલ.

આ કામે મુળ ફરીયાદી અને ફેકટરીના માલીક અશોકભાઇ ધરડેશીયા તરફે જુનાગઢના ધારાશાસ્ત્રી ડી.ડી.રૂપારેલીયા, ઉદય ડી. રૂપારેલીયા તથા પંકજ ગેવરીયા રોકાયેલ.

(11:52 am IST)