Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પૂનમ નિમિતે વિશેષ પૂજન-અર્ચન

વાકાંનેર : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત સાળંગપુરધામમા આવેલ સૌનું આસ્થા નું પ્રતીક'શ્રદ્ઘા કા દૂસરા નામ સાળંગપુરધામ' મા આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર આયોજિત પરમ પૂજય શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી, પરમ પૂજય કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી, સ્વામીશ્રીઙ્ગ ડી , કે , સ્વામીજી ના માર્ગદર્શન હેઠળ ભાદરવા સુદ પૂનમ ના રોજ પાવન પુણ્યશાળી પર્વ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા નાઙ્ગ 'દિવ્ય વાઘા' તેમજ દાદાના સિંહાસન ને રગબેરંગી ફૂલોના અનોખા શણગાર કરવામાં આવેલ હતો જે મગળા આરતી સવારે ૫:૩૦ કલાકે પૂજારી સ્વામી શ્રીઙ્ગ ડી.કે.સ્વામીજી દ્વારા કરવામાં આવેલ તેમજ 'દિવ્ય શણગાર આરતી' સવારે સાત કલાકે પરમ પૂજય કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી દ્વારા કરવામાં આવેલ વિશેષ માઙ્ગ 'પૂનમ' હોય સંધ્યા આરતી સાંજે ૬:૩૦ કલાકે પરમ પૂજય શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ હતી સાંજે દાદાની મહા આરતી કરવામાં આવેલ તેમજ મંદિરની યજ્ઞશાળામા મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ વિશેષ મા પૂનમ નિમિતે સાંજેઙ્ગ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું 'ષોડશોપચાર પૂજન' તથાઙ્ગ ભવ્યતાથી ભવ્ય 'પુષ્પાભિષેક' કરવામાં આવેલ પૂનમ ના સાંજે દિવ્ય દર્શનનો લાભ ઓનલાઇન દ્વારા તથા રૂબરૂ હરિ ભકતજનોએઙ્ગ દાદાના દર્શન, સંધ્યા આરતી , તેમજ ષોડપોચાર પૂજન અને પુષ્પાભિષેક દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવેલ હતી. જયાં ધજા ફરકે છે સત ધર્મની એવા સાળંગપુરધામમા પૂનમ ના મંદિર પરિસરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા કી જય ના નારાથી વાતાવરણ દિવ્ય બની ગયેલ હજારો ભાવિકોએ દાદાના દરબારમા મહા પ્રસાદ પણ લીધેલ.

(11:50 am IST)