Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વાંકાનેરની નોબલ રીફેકટ્રીઝ સહિતની ફેકટરીઓમાં ૬૦૬ શ્રમિકોને મોબાઇલ વેકસીનથી રસી અપાય

શહેર ભા.જ.પ.ની પ્રસંશનીય કામગીરી

(નિલેશ ચંદારણા દ્વારા) વાંકોનેર,તા.૨૧: વાંકાનેર શહેર ભા.જ.પ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે કોરોનાથી બચવા માટેની અકસીર વેકસીન વધુને વધુ લોકોને અપાય તે માટેનો પ્રયત્નો કર્યો છે તે પ્રસન્નીય છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ દેશના અનેક રાજ્યોમાં ઉજવાયો મેડીકલ સેવાઓ જયા ખાસ કોરોના સામે રક્ષણ આપતી વેકસીન આપવાની પ્રક્રિયા સરાહનીય રહી છે.

ભા.જ.પ.ના પ્રમુખ પરેશભાઇ મઢવી મેડીકલ સેવાકાર્યમાં અગ્રેસર રૂષીભાઇ ઝાલા, મહામંત્રીશ્રી કે.ડી.ઝાલા, દિપકભાઇ પટેલ, હિરેન ખીરૈયા, સહિતની ટીમ દ્વારા શહેરથી થોડે દૂર સીરામીક એકમોમાં કામ કરતા શ્રમીકો કે જે પોતાનંુ મજુરી કામ છોડી, ભાડુ ખર્ચી વેકસીનેશન સ્થળ હોસ્પિટલે આવવા સક્ષમ નથી સમય બગાડવો. તેમજે પરવળે તેમ નથી એવા મજુર વર્ગને મોબાઇલ વેકસીનેશથી સુરક્ષીત રાખવાનું સુંદર કાર્ય ઉપરોકત શહેર ભા.જ.પની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

નોબલ રીફેકટરીઝના ચેરમેન ઘનશ્યામભાઇ ઢોલરીયાના યુનિટમાં તમામ શ્રમિકો, કર્મચારીઓને વેકસીન અપાયા બાદ, કયુ ટોન સીરામીક, હોક સીરામીક, મેકવેલ સીરામીક સહિતની જુદી-જુદી ફેકટરીઓ મળી. તેમા કામ કરતા ૬૦૬ શ્રમિકો-કર્મચારીઓને વેકસીન આપવાની કામગીરી કરી હતી.

(11:49 am IST)