Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

લીંબડી હાઇવે ઉપર બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બેના મોત

મુંબઇથી પોરબંદર જતી ખાનગી બસ : બે ને ગંભીર ઇજા : અન્ય ૩૦ લોકોનું રેસ્કયુ કરી અને બચાવી લેવામાં આવ્યા

વઢવાણ તા. ૨૧ : સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં હાઈવે રકતરંજિત બની જવા પામ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં લીમડી હાઇવે ઉપર ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે ઘટના સ્થળે જ બે લોકોના મોત નિપજયા છે.
કાનપરા ગામના પાટિયા પાસે બંધ પડેલા ટ્રક પાછળ ખાનગી બસ અથડાતા ૩૦ લોકોનો આજુબાજુના લોકો દ્વારા આબાદ બચાવ કરાવી લેવામાં આવ્યો છે અને જે નાની મોટી ઈજાઓ પહોંચી છે જેમને લીમડી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.
ડ્રાઈવરને ઝોકુ આવી જતા ટ્રાવેલ્સ ચાલક દ્વારા ટ્રકની પાછળ ધડાકાભેર બસ અથડાવતા માં આવી છે. બંનેને પીએમ અર્થે લીમડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે
 તાત્કાલિક હાઇવે ઉપર લીમડી પોલીસ દોડી ગઇ હતી અને લીમડી ડીવાયએસપી ચેતનભાઇ મુંધવા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રોડ રસ્તા ખુલ્લા કરાવવાની કામગીરી આરંભી હતી ત્યારે અકસ્માતના પગલે ગુનો દાખલ કરી અને આ મામલે વધુ પોલીસ તપાસ લીમડી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
૧૫ દિવસમાં છ લોકોના મોત
છેલ્લા પંદર દિવસમાં છ લોકો મોતને ભેટયા છે લીમડી અમદાવાદ હાઈવે છે ત્યાં રોજ નાના-મોટા અકસ્માતો થતાં હોય છે ત્યારે છેલ્લા પંદર દિવસમાં અલગ અલગ અકસ્માતમાં ૬ લોકો મોતને ભેટયા છે.
બંને મૃતકો મુંબઇ તરફના
પ્રાથમિક તપાસમાં ટુર માં જઇ રહેલી ખાનગી બસ મુંબઈ થી પોરબંદર જઈ રહી હતી. ઘટના સ્થળે જ મોત નીપજયા છે બંને મૃતકો મુંબઇ તરફના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે ત્યારે હજુ સુધી તેમની કોઈપણ જાતની ઓળખ મળી નથી.

 

(11:21 am IST)