Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને

જામકંડોરણામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસકિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

(મનસુખ બાલધા દ્વારા)જામકંડોરણા, તા. ૨૦: ઈન્કીરાનગર પ્રા.શળા ખાતે. પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના લાભાર્થીઓને ગેસકિટ વિતરણનો કાર્યકમ રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. અ. તકે જામકડોરણા મામલતદાર વી.આર.મુળિયાસીયા, તાલુકા વિકાસ અધિકારી ડી.ડી.પટેલ, જામકડોરણા તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ,તાલુકા પંચાયતના પ્રમુખ હિરેનભાઈ બાલધા,ઉપ પ્રમુખ કરશનભાઈ સોરઠીયા,તાલુકા હેલ્થ ઓફીસર ડો.સમીર દવે,ખીમજીભાઈ બગડા,તાલુકા પંચાયતના સદસ્યો,તાલુકાના સરપંચો, તેમજ લાભાર્થીઓએ, હાજરી આપી હતી આ  કાર્યકમમાં જામકડોરણા તાલુકામાં કેરોશીન મેળવતા બી.પી.એલ.કેટેગરીના. રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને. ગેસ ડનેકશનના લભો. અર્પણ કરવામાં આવ્યા. હતા. આ તકે જામડડોરણાના સો. ટકા વેકસીનેસન ગયેલ ગામોના સરપંચોને સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ હતા. સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ)ફેજ-૨ અંતર્ગત મંજુર કરેલા કામોના આદેશો પણ જેતે ગામના સરપંચ અથવા શળાના આચાર્યને આપવામાં આવેલ સમાજ સુરક્ષા ખાતા દ્વારા કોરોના. મહામારીમાં અવસાન પામેલા વ્યકિતના બાળકોને મુખ્યમંત્રી બાળ. સહાય યોજના અંતર્ગત સરકાર દ્વારા દર મહિને રૂ.૨૦૦૦ આપવાની યોજનાના સહાય ફાળવણીના હુકમોનું વિતરણ કરવામાં આવેલ હતું; આ તકે મુખ્યમંત્રીશ્રીના રાજયકક્ષાના કાર્યક્રમનુ જીવત પ્રસારણ કરવામાં આવેલ. હતું.જે ઉપસ્થિત દરેકે નિહાળ્યું હતુ. 

(10:56 am IST)