Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ખંભાળીયાના ભાટીયા ગામ પાસે કાર રોડ ઉપર સળગી : મુસાફરોનો બચાવ

ખંભાળીયા, તા. ર૧ : ખંભાળિયા દ્વારકા રોડ પર ગઇકાલે સાંજે ભાટીયા ગામ પાસે મારૂતિ વેન જતી હતી ત્‍યારે કારના એન્‍જીનમાં શોક સરકીટને લીધે આગ લાગી હતી.

આગ લાગતા જ ચાલક તથા મુસાફરો નીચે ઉતરી ગયા હતા જો કે ભડતડ બળતી કાર સાથે ત્‍યાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. તથા પોલીસે પણ ઘટના સ્‍થળે પહોંચી ગઇ હતી જો કે આગમાં આખી કાર ભસ્‍મીભૂત થઇ ગઇ હતી.

(1:51 pm IST)