Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

કેશોદ પોલીસ લાઈન ક્‍વાર્ટરમાં ચબુતરાનું લોકાર્પણ

કેશોદઃ સુતારવાવ રોડ પોલીસ સ્‍ટેશનની પાછળના ભાગે પોલીસ કર્મીઓના ક્‍વાર્ટરના ગ્રાઉન્‍ડમાં પડતર જગ્‍યામાં પક્ષીઓ માટે પોલીસ સ્‍ટાફ અને લોકફાળાથી આધુનિક સુવિધાસભર ચબુતરો બનાવવામાં આવેલ છે. જેનુ લોકાર્પણ પોલિસ ઈન્‍સ્‍પેકટર વસાવાના હસ્‍તે કરવામાં આવેલ ચબુતરાના લોકાર્પણ સાથે સાથે પોલીસ લાઈન ક્‍વાર્ટરમાં પોલીસ પરિવાર દ્વારા હવન યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતુ. પક્ષીઓને આશ્રય મળે અલગ અલગ અનાજ રાખવાના જુદા જુદા બોક્ષ પક્ષીઓ માટે પીવાના પાણીની સુવિધા સાથેનો ચબુતરો લોકાર્પણ કરવામા પોલીસ સ્‍ટાફ તથા સેવાભાવી સુલેમાન આમદ ભાભા તરફથી લોકફાળો એકત્ર કરી સાથ સહકાર આપવામા આવેલ હતો.(કિશોરભાઈ દેવાણી દ્વારા)

 

(1:43 pm IST)