Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

મોરબી-માળિયામાં કોરોના કહેર, પીઆઈ અને પોલીસ કર્મચારીઓ સંક્રમિત

મોરબી,તા.૨૧ :   જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે અને કોરોનાનો પગપેસારો સર્વત્ર જોવા મળે છે જેમાં મોરબી સીટી એ ડીવીઝન પીઆઈ, પોલીસ કર્મચારીઓ અને માળિયા પોલીસના કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે

 મોરબી સીટી એ ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા પીઆઈ બી જી સરવૈયા ઉપરાંત પોલીસ મથકમાં કાર્યરત હમીરભાઈ ગોહિલ, બી ડીવીઝન પોલીસના કીર્તિરાજસિંહ જાડેજા અને હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા વિનેશભાઈ ખરાડી ઉપરાંત માળિયા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી મળી છે

 એ ડીવીઝન પીઆઈ કોરોના સંક્રમિત થતા હાલ સારવાર હેઠળ છે જેથી એ ડીવીઝનનો ચાર્જ એસઓજી પીઆઈ જે એમ આલને સોપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. (૨૫.૬)

(1:20 pm IST)