Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

અમરેલીના ધારીના યુવાનને નકલી પોલીસ બની હનીટ્રેપના ગુન્હામાં ઝડપતી અમદાવાદ પોલીસ

આઇ-ર૦ ફોર વ્હીલ ગાડી પોલીસ ડ્રેસ સહિત ૪.૭૭ લાખનો મુદમાલ જપ્ત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૧ :.. અમરેલી જિલ્લાના ધારી મુકામે રહેતા સમીર નુરૂદીનભાઇ ચારણીયા (ઉ.૩પ) અમદાવાદમાં નકલી પોલીસ બની હનીટ્રેપ કરવાના ગુન્હામાં અમદાવાદ આનંદનગર પોલીસે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેસની વિગત મુજબ પોલીસ કમિશનર અમદાવાદ સંજય શ્રીવાસ્તવ તથા અધિક પોલીસ કમિશનર સેકટર-૧ શ્રી આર. વી. અસારી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૭  પ્રેમસુખ ડેલુ તથા મદદનીશ પોલીસ કમિશનર એન ડીવીઝન દિવ્યા રવિયા જાડેજાની સુચના તથા ઇ. પોલીસ ઇન્સ્પે. જે. બી. અગ્રાવત આનંદનગર પો. સ્ટે. નાઓના માર્ગદર્શન હેઠળ આનંદનગર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડના પ્રો. પો. સ. ઇ. કે. બી. મીર સાથેના સ્ટાફના હે. કો. શૈલેષકુમાર મોહનભાઇ બ. નં. ૪પપ૯ તથા હે. કો. હીતેષભાઇ જગજીવનભાઇ તથ પો. કો. હરપાલસિંહ પ્રભાતસિંહ પો. કો. મહેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ તથા પો. કો. ગભરૂભાઇ ધાનાભાઇ તથા પો. કો. વિજયકુમાર મગનભાઇ તથા પો. કો. કલ્પેશકુમાર કાનજીભાઇ વિગેરે સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન પ્રો. પો. સ. ઇ. કે. બી. મીર નાઓની ચોકકસ બાતમી હકિકત આધારે નીચે જણાવેલ આરોપી પોલીસ નહી હોવા છતાં પોલીસ યુનિફોર્મમાં નકલી પોલીસ બની મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી નીચે મુજબની મુદામાલ કબ્જે કરી તેમજ આરોપીની સઘન પુછપરછ કરતા આરોપીએ તેના મિત્રો સાથે મળી એક વ્યકિતને વૈષ્ણોવદેવી ફલેટ ખાતે હનીટ્રેપમાં ફસાવી છે. પ૦,૦૦,૦૦૦ ની માગણી કરી અંતે છે. ર૦,૦૦,૦૦૦ કઢાવી લઇ લીધેલ હોવાની કબુલાત કરેલ હોય જે હનીટ્રેપના ગુનાનો ભેદ ઉકેલી તેમજ નકલી પોલીસ શોધી કાયદેસર કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

પકડાયેલ આરોપીનું નામ સમીર નુરૂદીનભાઇ ચારણીયા રહે. એ-૧ર ટેરેસ એપાર્ટમેન્ટ, કોસમોસ બેંકની બાજુમાં કોમર્સ છ રસ્તા, નવરંગપુરા, અમદાવદ શહેર તથા મુળ રહે. યોગીનગર નવી વસાહત, રોશની મહીલા કોલેજની બાજુમાં ગામ ધારી, જી. અમરેલી જણાવેલ છે.

કબ્જે કરેલ મુદામાલમાં હયુન્ડાઇ કંપનીની આઇ-ટવેન્ટી ફોર વ્હિલ નં. જીજે-૧-આર. એમ. ૦૬૮૮ કિ. રૂ.૪,૦૦,૦૦૦ ની તથા મોબાઇલ ફોન નંગ ૩ કિ. છે. ર૭૦૦૦ તથા ગુજરાત પોલીસના લોગા વાળો હેડ કોન્સ્ટેબલની રેન્કવાળો પોલીસ યુનિફોર્મ કિ. છે. ર૦૦ તથા રોકડા છે. પ૦,૦૦૦ મળી કુલ છે. ૪,૭૭,૦૦૦ ની મતા કબ્જે કરેલ છે.

પોલીસે આરોપી વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(1:14 pm IST)