Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

નગરપાલિકાઓ ગ્રાન્ટનો મહતમ ઉપયોગ લોકકલ્યાણના કાર્યોમાં કરે : ધનસુખ ભંડેરી

ભાવનગર ઝોનની ૨૭ નગરપાલિકાની રીવ્યુ બેઠક યોજાઇ

ગાંધીનગર,તા.૨૧: ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજ્યમાં આગામી નગરપાલિકાઓની ચૂંટણીઓ પૂર્વે ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો પુરતા પ્રમાણમાં લોકહીતના કાર્યોમાં વપરાય તે માટે ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી દ્વારા રાજ્યમાં ઝોન વાઇઝ નગરપાલિકાઓની રીવ્યુ બેઠકનો પ્રારંભ કરવામાં આવેલ છે.

જેમાં રાજ્યની ૧૫૬ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીન ઓફીસરો સાથે સંપૂર્ણ સોશ્યલ ડીસ્ટન્સીંય સાથે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી રાજકોટ ઝોનની ૩૦ નગરપાલિકાઓની બેઠક ગોંડલ ખાતે યોજાઇ હતી.ત્યારબાદ ભાવનગર ઝોનની ૪ જિલ્લા જેમાં ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લાાની કુલ ૨૭ નયરપાલિકાઓના પદાધિકારીઓ તથા અધિકારઓની રીવ્યુ બેઠક સોમનાથ વેરાવળ ખાતે યોજાઇ હતી.

આ બેઠકના પ્રારંભ પૂર્વે ધનસુખ ભંડેરીએ દેવાધીદેધ મહાદેવ સોમનાથદાદાનું પૂજન-અર્ચન કરી દેશ ઝડપભેર કોરોના મુકત થાય તે અંગે પ્રાર્થના કરી આ બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો  હતો. જેમાં આ બેઠકનો ગુજરાત બીજ નિગમતા ચેરમેન રાજસીભાઇ જોટવા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર અને સોમનાત નગરપાલિકા પ્રમુખ મંજુલાબેનના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ બેઠકના અધ્યક્ષસ્થાને ધનસુખ ભંડેરીએ માર્ગદર્શન આપ્યું હતું. આવનાર દિવસોમાં સુરત ઝોનની ૧૯ નગરપાલિકાની ભરૂચ ખાતે, વડોદરા ઝોનની ૨૬ નગરપાલિકાની દાહોદ ખાતે, અમદાવાદ ઝોનની ૨૫ નગરપાલિકાની નડીયાત ખાતે, ગાંધીનગર ઝોન ૨૯ નગરપાલિકાની ગાંધીનગર ખાતે રીવ્યુ બેઠક યોજવામાં આવશે.

ભાવનગર ઝોની ૨૭ નગરપાલિકાઓ માટે ગીર સોમનાથ ખાતે મળેલ રીવ્યુ અમરેલી જિલ્લાની અમરેલી નગરપાલિકા, સાવરકુંડલ નગરપાલિકા, રાજુલા નગરપાલિકા, બગસરા નગરપાલિકા, જાફરાબાદ નગરપાલિકા, લાઠી નગરપાલિકા, બાબરા નગરપાલિકા, ચલાલા નગરપાલિકા, દામનગર નગરપાલિકા, ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ-પાટણ નગરપાલિકા, ઉના નગરપાલિકા, કોડીનાર નગરપાલિકા, સુત્રાપાડા નગરપાલિકા, તલાલા નગરપાલિકા, જુનાગઢ જિલ્લાની કેશોદ નગરપાલિકા, માંગરોળ નગરપાલિકા, માણાવદર નગરપાલિકા, ચોરવાડ નગરપાલિકા, વિસાવદર નગરપાલિકા, વંથલી નગરપાલિકા, બાટવા નગરપાલિકા, ભાવનગર જિલ્લાની મહુવા નગરપાલિકા, પાલીતાણા નગરપાલિકા, ગારીયાધર નગરપાલિકા, તળાજા નગરપાલિકા, વલ્લભીપુર નગરપાલિકાની રીવ્યું બેઠક યોજાઇ હતી. આ રીવ્યું બેઠકમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના સીઇઓ પટ્ટણી, ભાવનગર ઝોન પ્રાદેશિક કમિશનર યોગેશ નિરગુડે, એડી કલેકટર આર.આર. ડામારો, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના નટુભાઇ દરજી, ભાવીનભાઇ અધિકારીઓ ભરત પી. વ્યાસ, વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફીસર જતીન મહેતા સહીતના સાથે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફીસર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ રીવ્યુ બેઠકમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે સૌનો સાથ સૌના વિકાસ સાથે વિજયભાઇ રૂપાણી તથા નીતીનભાઇ પટેલના નેતૃત્વવાળી ભાજપા સરકાર કાર્યરત છે. ત્યારે રાજ્ય સરકારની અનેક વિધ યોજનાઓથી છેવાડાના માનવીના પાયાના પ્રશ્નો હલ થાય અને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બને અને લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ કરી જન-જન સુધી માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓ પહોંચે તે માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા સમયાંતરે રાજ્યની ૧૫૬ નગરપાલિકાઓની રીવ્યુ બેઠક અને સેમીનારો યોજાતા રહે છે.

આ રીવ્યુ બેઠકમાં નગરપાલિકાને ફાળવવામાં આવેલ ગ્રાન્ટ જેમાં મુખ્યમંત્રી સ્વર્ણીમ જયંતી શહેરી વિકાસ યોજના, આગવી ઓળખવા કામો, ૧૪મી નાણાપંચની ગ્રાન્ટ, ભુર્ગભ ગટર, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પીવાના પાણીની યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, સુરક્ષા યોજના સહીતની પ્રાથમિક સુવિધાઓ, માળખાકીય સુવિધાઓ અને આંતરમાળખાકીય સુવિધાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

(11:45 am IST)