Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ભાણવડમાં બાગબાન તમાકુના ત્રણ બાચકા સાથે બે શખ્સો ઝડપાયા : ચાલાલાથી નકલી માંગ મંગાવેલ

ખંભાળીયા,તા.૨૧ : ભાણવડ ટાઉનમાં પીપળાશેરીમા રહેતો શાહનવાઝ ઉર્ફે સાવન અનીશભાઇ મલેક તેના મકાને ડુપ્લીકેટ બાગબાન તમાકુના પાઉચનો જથ્થો મંગાવી વેચાણ કરે છે. તેવી હકીકત આધારે રેઇડ કરી બાગબાન ૧૩૮ના તમાંકુના ડુપ્લીકેટ તમાકુના પાઉચોના જથ્થા સાથે પકડી પાડેલ અને આના આરોપીના મકાનેથી બાગબાન ૧૩૮ તમાંકુના નાના પાઉસ ભરેલ બે સુપરના બાચકા તથા આરોપી નં. ૧ના કબ્જામાંથી બાગબાન ૧૩૮ તમાકુના નાના પાઉસ એક સુપરનું બાચકુ ભરેલ મળેલ જેથી કંપનીના નીમાયેલ કોપી રાઇટ અને ટ્રેડમાર્કનું રક્ષણ કરતા નિષ્ણાંતને બોલાવી ખરાઇ કરાવતા આ પકડેલ જથ્થાના બાગબાન ૧૩૮ તમાકુના પાઉચ ડુપ્લીકેટ હોવાનું જણાવેલ

પુછપરછમાં ડુપ્લીકેટ તમાકુનો જથ્થો ચલાલા ખાતેથી  લીધેલ હોવાનું જણાવેલ. જેથી ત્રણ પ્લાસટીકના સુપરના બાચકામાંથી કુલ -૨૨૦ રોલ જેમાં બાગબાન ૧૩૮ કંપનીના માર્કા મારેલ ડુપ્લીકેટ પાઉચ નંગ-૧૮,૭૨૦ (જે એક પાઉચની કિ. રૂ. ૫ લેખે) કુલ ૯૩,૬૦૦/-ના મુદામાલ સાથે બંને આરોપીઓને હસ્તગત કરી ભાણવડ પોલીસ સ્ટેશન સોપી આપેલ છે. આ ડુપ્લીકેટ બાગબાન ૧૩૮ કંપનીના પાઉચનો આંતર જિલ્લા રેકેટનો પર્દાફાશ કરી  ચલાલા ગામ સુધી તપાસનો ધમધમાટ ચાલુ કરેલ છે.

 પકડાયેલ આરોપીઓઃ- (૧) પુનીતભાઇ વલ્લભભાઇ પતાણી  લોહાણા ઉ.વ.૩૯ ધંધો-વેપાર રહે- ભાણેશ્રવર મંદીર સામે ભાણવડ (૨) શાહનવાઝ ઉર્ફે સાવન અનીશભાઇ દોદાઇ  મલેક ઉ.વ.૩૦ ધંધો-ડ્રાઇવીંગ રહે- પીપળાશેરી ભાણવડ છે અને (૩) ફરારી વિશાલભાઇ કૂંભાર રહે. ચલાલા ગામ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર  જે.એમ.ચાવડાની સુચના  મુજબ પો.સ.ઇ. વી.એમ.ઝાલા, એ.એસ.આઇ.  અરવિંદભાઇ નુકમ,  રામશીભાઇ ભોચીયા, બીપીનભાઇ જોગલ, અજીતભાઇ બારોટ, કેશુરભાઇ ભાટીયા, વિપુલભાઇ ડાંગર, ધર્મેન્દ્રસીંહ ચુડાસમા, નરસીભાઇ સોનગરા, હેડ કોન્સ. મસરીભાઇ આહીર, ભરતભાઇ ચાવડા, અરજણભાઇ મારૂ, જેસલસીહ જાડેજા, બલભદ્રસીહ ગોહીલ, બોઘાભાઇ કેશરીયા, સહદેવસીહ જાડેજા, હસમુખભાઇ કટારા, મહેન્દ્રસીહ જાડેજા, પોલીસ કોન્સ. જીતુભાઇ હુણ, વિશ્વદીપસીહ જાડેજા જોડાયા હતા.

(11:43 am IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધી : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 73,368 પોઝીટીવ કેસ સામે 99,924 દર્દીઓ સ્વસ્થ થયા : એક્ટિવ કેસ 10 લાખની નીચે સરક્યા:દેશમાં કોરોનાના કુલ કેસનો આંક 55,58 980 થયો: એક્ટીવ કેસ,9,76,654 થયા : 44,92,,574 લોકોએ કોરોનાને મ્હાત આપી :વધુ 1046 લોકોના મોત સાથે મૃત્યુઆંક 88,955 થયો access_time 1:05 am IST

  • નિયમ બધા માટે સરખા : રાજકોટમાં માસ્ક વગર જાહેરમાં દેખાતા વિખ્યાત ગાયક કીર્તીદાન ગઢવીને પોલીસે દંડ ફટકાર્યો access_time 11:18 pm IST

  • સીબીઆઈ દ્વારા ડેરી - આઈક્રીમ નિર્માતા કંપની ક્વાલિટી લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ પર 1,400 કરોડના બેંક ઓફ ઈન્ડિયા હેઠળ ના 10 બેન્કના કન્સોર્ટિયમ સાથે ફ્રોડનો કેસ કર્યો : સીબીઆઈએ સોમવારે દિલ્હી અને સહારનપુર, બુલંદશહેર (ઉત્તર પ્રદેશ), અજમેર (રાજસ્થાન), પલવાલ (હરિયાણા) સહિતના અનેક શહેરોમાં કંપની અને તેના ડિરેક્ટર સહિતના આઠ સ્થળો પર તલાશી શરૂ કરી access_time 11:19 pm IST