Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

કાલાવાડના કાળમેઘડા ગામે છ દિ'માં ૧૩ વ્યકિતના મોતથી ગામમાં ગમગીની

કાલમેઘડા ત. ર૧ :.. કાલાવાડ તાલુકાના કાળમેઘડા ગામે છ દિ' માં ૧૩ વ્યકિતના મોત નિપજતા આખા ગામમાં ગમગીની છવાઇ ગઇ છે.

જેમાં પાણીમાં ડૂબી જવાથી (૧) રાહુલ લખધીરભાઇ (ઉ.૧૦), (ર) કિરણબેન લખધીરભાઇ (ઉ.૮), (૩) રાધેબેન લખધીરભાઇ (ઉ.૧ર) (૪) અલ્પેશ વિક્રમભાઇ (ઉ.૯) ત્થા (પ) પુનમબેન રાઠોડ (ઉ.૯) ના મોત થયા છે.

જયારે બિમારી સબબ (૬) રાઘુબેન મંગાભાઇ ભરવાડ (ઉ.૮૦) ત્થા (૭) તેના પુત્ર ભુરાભાઇ મંગાભાઇ ભરવાડ (ઉ.૪૪) (૮) મોહનબા હરીસિંહ જાડેજા, (ઉ.૮૦) (૯) દોઢીયાભાઇના મોત થયા છે.

આ ઉપરાંત ભાવનગર શહેરમાં હત્યા અને આપઘાતના પ્રકરણમાં (૧૦) પૃથ્વીસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (૧૧) બીનાબા પૃથ્વીસિંહ (૧ર) નંદીબા પૃથ્વીસિંહ અને (૧૩) યશસ્વીબા પૃથ્વીસિંહનો ભોગ લેવાયો છે જેઓ મુળ કાળમેઘડાના વતની હોઇ તેઓના અગ્નિસંસ્કાર અહીં કરાયેલ એ પૂર્વે  ગામમાં એક સાથે ૪-૪ અર્થી નીકળતા ગામમાં સોંપો પડી ગયો હતો.

વયોવૃધ્ધ માજી સરપંચ હેમતસિંહજી કહે છે કે, આઝાદી બાદ ટૂંકા ગાળામાં ૧૩ વ્યકિતના મોત કયારેય થયા નથી આ પ્રથમ ઘટના છે. આ બાબતે ચંપકભાઇ રૂપારેલીયા, ભગીરથસિંહ જાડેજા, કસુભા, કમલેશભાઇ, રાજુ મંત્રી વિગેરેએ શોક વ્યકત કર્યો હતો.

ત્રણ ઇંચ વરસાદ

જયારે કાળમેઘડા ગામે ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસી જતા નદી-નાળા છલોછલ થઇ ગયેલ છે.

(11:39 am IST)