Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ભારે વરસાદ - વાવાઝોડાના કારણે આટકોટ પંથકમાં મગફળીના પાથરા પાણીમાં તણાયા : ખેડૂતોને ભારે નુકસાન

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૨૧ : આટકોટનાં પાંચવડા, ગુંદાળા અને જંગવડ ગામની આજુબાજુ ગઇકાલે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદ અને વાવાઝોડાને લીધે ખેતરોમાં પડેલ મગફળીનાં પાથરા પાણીમાં તણાય ગયા હતા જયારે કપાસનો ફાલ ખરી ગયો હતો અને કપાસનાં છોડ પણ ભારે પવનને લીધે આડા પડી જતા ખેડુતોને ભારે નુકસાન થયું છે.

ગત રાત્રે પણ આટકોટ પંથકમાં વરસાદ પડયો હતો જેનાથી કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થયું હોય નુકસાનનો સર્વે કરી ખેડુતોને વળતર આપવા આટકોટનાં ખેડુત આગેવાન અલ્કેશભાઇ શેલિયાએ માંગણી કરી છે.

(11:36 am IST)