Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

હળવદના જૂના દેવળિયામાં સ્વૈચ્છિક લોકડાઉન

હળવદ :  જુના દેવળિયા ગામના સરપંચે તમામ ગ્રામજનો જોગ યાદીમાં જણાવ્યું છે કે ગામમાં કોરોના પોઝીટીવ કેસ વધારે છે અને ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે જેથી આરોગ્ય વિભાગની સુચનાને ધ્યાનમાં લઈને સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે તેમજ કોઈપણ વ્યકિત કોરોના પોઝીટીવ કેસ ખાનગી કે સરકારી દવાખાનેથી આવે તો ગ્રામ પંચાયત અથવા સરકારી દવાખાને જાણ કરવી સાથે જ ૧૪ દિવસ હોમ કોરોનટાઈન રહે તેવી સુચના આપી છે તે ઉપરાંત ગામ લોકોએ આવશ્યક કામકાજ સિવાય બહાર નીકળવું નહિ, શેરીના ઓટલે બેસવું નહિ, બહાર નીકળતી વેળાએ માસ્ક પહેરીને નીકળવું તેમ જણાવ્યું છે જયારે દુકાનદારોને દુકાન ખોલવાનો સમય બપોરે ૩ થી રાત્રીના ૮ સુધીનો રહેશે સ્વૈચ્છિક લોકડાઉન  તા. ૦૧ ઓકટો. સુધી પાડવાનું રહેશે તેમ સરપંચ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું.(ફોટો - હરીશ રબારી,હળવદ)

(11:31 am IST)
  • રાજસ્થાનમાં : કોરોનાને કારણે જયપુર, જોધપુર, અજમેર, ઉદયપુર સહિત ૧૧ જીલ્લા હેડકવાટરના જાહેર સ્થળોએ ૧૪૪મી કલમ લાગુ કરી ૪ કે ૪થી વધુ લોકોને એકત્ર થવા ઉપર મનાઇ ફરમાવી છે. ૩૧ ઓકટોબર સુધી કોઇ ધાર્મીક-સામાજીક સમારંભો નહિ થાય access_time 4:00 pm IST

  • રાજયની તમામ રજીસ્‍ટર્ડ ગૌ-શાળા અને પાંજરાપોળને રૂા.૧૦૦ કરોડની સહાયઃ ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા access_time 4:36 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે એક્ટીવ કેસમાં ઘટાડો : સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધતા એક્ટિવ કેસ ગઈકાલના 10 લાખની અંદર સરક્યા: નવા કેસ અને રિકવર વચ્ચે સતત વધતો ગેપ : રિકવરી રેઈટ 80 ટકાથી વધુ access_time 11:04 pm IST