Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ખેડૂતોની આવકને અસરકર્તા કૃષિ બિલ સામે દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠશે : ધારાસભ્‍ય ઠુંમર

સાવરકુંડલા, તા.૨૧: કેન્‍દ્રની એમડીએ સરકારે તાજેતરમાં કૃષિ બિલ લોકસભામાં તેમજ રાજ્‍યસભામાં પસાર કરાવેલ છે. ત્‍યારે આ કૃષિ બિલ અંગે સમગ્ર દેશમાં વિરોધ ઉઠશે તેમ એક નિવેદનમાં સાવરકુંડલાના ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરે જણાવેલ છે.

ધારાસભ્‍ય ઠુંમરે વધુમાં જણાવેલ છે કે, ખેડૂતોના વિરોધ છતાંય મોદી સરકાર એ કૃષિ સંબંધી બે બિલ લોકસભામાં પાસ કરાવી લીધા છે. એનડીએની સહયોગી શિરોમણિ અકાલી દળથી આવનારી કેન્‍દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે તેના વિરોધમાં રાજીનામું આપી દીધું. ખેડૂત નેતાઓમાં પણ સરકારની વિરુદ્ધ ખૂબ ગુસ્‍સો છે. તેમનું કહેવું છે કે બિલ એ અન્નદાતાઓની મુશ્‍કેલીઓ વધારશે જેઓએ અર્થવ્‍યવસ્‍થાને સંભાળી રાખી છે. કોન્‍ટ્રાક્‍ટ ફાર્મિંગમાં કોઈ પણ વિવાદ થતાં તેનો નિર્ણય સમાધાન બોર્ડમાં થશે. જેના સૌથી વધુ પાવરફુલ અધિકારી એસડીએમને બનાવવામાં આવ્‍યા છે. તેની અપીલ માત્ર ડીએમ એટલે કે જિલ્લા કલેક્‍ટરને ત્‍યાં થશે.

રાષ્ટ્રીય કિસાન મહાસંદ્યના સંસ્‍થાપક સભ્‍ય બિનોદ આનંદ મુજબ, તેમાં કોન્‍ટ્રાક્‍ટ ફાર્મિંગ સાથે જોડાયેલા મૂલ્‍ય આશ્વાસન પર ખેડૂત (બંદોબસ્‍ત અને સુરક્ષા) સમજૂતી અને કૃષિ સેવા બિલની એક જોગવાઈ ખૂબ ખતરનાક છે. જેમાં કહેવામાં આવ્‍યું છે કે અનુબંધ ખેતીના મામલામાં કંપ્‍ની અને ખેડૂતની વચ્‍ચે વિવાદ થવાની સ્‍થિતિમાં કોઈ સિવિલ કોર્ટ નહીં જઈ જશે. આ મામલામાં તમામ અધિકાર એસડીએમના હાથમાં આપી દેવામાં આવ્‍યા છે.

સમાધાન બોર્ડ એટલે કે એસડીએમ દ્વારા પાસ આદેશ એવો હશે જેવો સિવિલ કોર્ટનો હોય છે. એસડીએમની વિરુદ્ધ કોઈ પણ પક્ષ અપીલ ઓથોરિટીને અપીલ કરી શકશે. અપીલ અધિકારી કલેક્‍ટર કે કલેક્‍ટર દ્વારા નિયત એડિશનલ કલેક્‍ટર હશે. અપીલ આદેશના ૩૦ દિવસની અંદર કરી શકાશે.

એસડીએમ, ડીએક નહીં, કોર્ટ પર છે વિશ્વાસઆનંદનું કહેવું છે કે એસડીએમ ખૂબ નાના અધિકારી હોય છે. તેઓ ન તો સરકારની વિરુદ્ધ જશે અને ન કંપનીની વિરુદ્ધ. તેથી વિવાદનો ઉકેલ કોર્ટમાં થવો જોઈએ. ખેડૂતોના દાવાઓની વિપરિત મોદી સરકારના અધિકારીઓનું કહેવું છે કે કોન્‍ટ્રાક્‍ટ ફાર્મિંગથી ખેતી સાથે જોડાયેલા જોખમ ઓછા થશે. ખેડૂતોની આવકમાં સુધાર થશે. ખેડૂતોની આધુનિક ટેકનીક અને સારા ઇનપુટ્‍સ સુધી પહોંચી સુનિશ્ચિત થશે. જેમાં મોટી-મોટી કંપનીઓ કોઈ ખાસ ઉત્‍પાદ માટે ખેડૂતો સાથે કોન્‍ટ્રાક્‍ટ કરશે. તેનો ભાવ પહેલાથી નિયત થઈ જશે. તેથી સારા ભાવ ન મળવાની સમસ્‍યા ખતમ થઈ જશે.આ બિલને લઈને ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના ખેડૂતો રસ્‍તાઓ પર ઉતર્યા છે. ત્‍યારે એ જાણવું જરૂરી બને છે કે આખરે આ બિલમાં એવું તે શું છે અને શું તે ખરેખર ખેડૂતો માટે નુકસાનકારક છે?

હકીકતમાં કૃષિ સંબંધિત મામલો એક નહીં પરંતુ ત્રણ બિલનો છે. તેમની સમગ્ર માહિતી સમજવા માટે થોડા મહિના પાછળ જવું પડશે. જયારે દેશમાં લોકડાઉન હતું ત્‍યારે આ ત્રણેય બિલોને વટહુકમ તરીકે બહાર પાડવામાં આવ્‍યાં હતાં. તેના દ્વારા ખેડૂતોની આવક વધારવા, પાક કે ઉત્‍પાદનોના જોખમને ખતમ કરવા અને પાકને યોગ્‍ય મૂલ્‍ય મળવાની દિશામાં યોગ્‍ય પગલું લેવાની તૈયારી હતી.

વિસ્‍તારથી સમજાવતા ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરે કહે છે કે,  પહેલુ બિલ છે જરૂરી વસ્‍તુ (સંશોધન બિલ), બીજુ બિલ છે ખેડૂત ઉપજ ધંધો અને વ્‍યવસાય (સંવર્ધન અને સરલીકરણ) બિલ અને ત્રીજુ બિલ છે ખેડૂત (સશસ્‍તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર બિલ. અલગ અલગ સમસ્‍યા છે પરંતુ એક કોમન સમસ્‍યા છે જે આ બિલ સામે થયેલા વિરોધનો આધાર છે તે છે ટેકાનો ભાવ એટલે કે ન્‍યૂનતમ સમર્થન મૂલ્‍ય (એમ.એસ.પી.). વિશ્‍લેષકો અને ચિંતકોનું કહેવું છે કે ત્રણ બિલોમાં ટેકાના ભાવ (એમ.એસ.પી.)નો એકવાર પણ ઉલ્લેખ નથી અને આ કારણે તેમને ડર છે કે સરકાર ક્‍યાંક તેના દ્વારા એમ.એસ.પી. વ્‍યવસ્‍થા ખતમ તો કરવા નથી ઈચ્‍છતીને. જો કે સરકારે કહ્યું છે કે એમ.એસ.પી.ને ખતમ કરવાની કોઈ યોજના નથી. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આ વિષયમાં તેમને ભરોસામાં લેવામાં આવ્‍યા નથી.

કેન્‍દ્ર સરકાર કાયદા તરીકે જે વ્‍યવસ્‍થા લાગુ કરી રહી છે તેને જોઈએ તો તેમાં કેટલાક મૂળભૂત ફેરફાર કરીને નવી જોગવાઈ મૂકવામાં આવી છે. નિયમાનુસાર, હવે વેપારી મંડી બહાર પણ ખેડૂતોનો પાક ખરીદી શકશે. હાલની વ્‍યવસ્‍થામાં ખેડૂતો પોતાનો પાક ફક્‍ત મંડીમાં જ વેચી શકે એટલે કે ખેડૂતોનો પાક ફક્‍ત મંડીથી જ ખરીદી શકાતો હતો. કેન્‍દ્ર સરકારે દાળ, બટાકા, ડુંગળી,અનાજ, ખાદ્ય તેલ વગેરે વસ્‍તુઓને જરૂરી વસ્‍તુઓના નિયમમાંથી બહાર કરીને તેની સ્‍ટોક સીમા ખતમ કરી દીધી છે. આ બંને ઉપરાંત કેન્‍દ્ર સરકાર કોન્‍ટ્રાક્‍ટ ફોર્મિંગને પ્રોત્‍સાહન આપવાની નીતિ ઉપર પણ કામ શરૂ કરી રહી છે. જેના પ્રત્‍યે ખેડૂતો નારાજગી વ્‍યક્‍ત કરી રહ્યા છે. તેમ અંતમાં ધારાસભ્‍ય ઠુમરે જણાવેલ છે.

(10:47 am IST)
  • સારા સમાચાર : ભારતમાં પૂનાની સસૂન જનરલ હોસ્પિટલમાં ઓક્સફર્ડ ની કોવીડ -19 રસીના ત્રીજા ચરણનું માનવ તબીબી પરીક્ષણ શરૂ કરાયું. access_time 11:20 pm IST

  • ચેન્નાઈને વધુ એક ફટકો : ડેવેન બ્રાવો ઈન્જર્ડ : આઈપીએલના પ્રથમ મેચમાં ચેન્નાઈએ મુંબઈને હરાવી જીતનું ખાતુ ખોલી નાખ્યું છેઃ ત્યારે ચેન્નાઈમાં સ્ટાર ખેલાડીઓ નથી. રૈના, હરભજન ટીમમાં નથીઃ ત્યારે ડેવેન બ્રાવો પણ ઈન્જર્ડ હોય અમુક મેચો રમી શકશે નહિ access_time 3:59 pm IST

  • ભુજમાં પાંચ કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરાઈ:ભુજ - ખાવડા રોડ પર સરપટ નાકા પાસે દબાણ હટાવાયા:11 દુકાનો તોડવામાં આવી:ભુજ પ્રાંત દ્વારા શહેરમાં દબાણ હટાવની ઝુંબેશ વેગવાન access_time 6:32 pm IST