Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

કચ્છના ભચાઉ નેશનલ હાઇવે ઉપર સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં આગ લાગતાં વાહનચાલકોમાં ભય :

ડ્રાઈવર અને ક્લિનર ગભરાઇને બહાર કુદીને માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો

(ભુજ) ભચાઉ સામખીયાળી વચ્ચે નેશનલ હાઇવે ઉપર બર્નિંગ ટેન્કરે વાહનચાલકોને ભયભીત કરી મુક્યા હતા. ગઈકાલે સાંજે સોયાબિન તેલ ભરેલા ટેન્કરમાં એકાએક લાગેલી આગને પગલે ટેન્કરના ડ્રાઈવર અને ક્લિનર ગભરાઇને બહાર કુદીને માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો હતો. 

      જોકે, બાજુમાં જ આવેલ પેટ્રોલપંપમાં  હાજર ચીરઈ ગામના ઉપસરપંચ ચંદનસિંહ જાડેજા અને અન્ય લોકોએ પેટ્રોલપંપમાં રહેલા ફાયરસેફટીના સાધનોનો ઉપયોગ કરી ટેન્કરની આગ બુઝાવી હતી. નેશનલ હાઇવે ઉપર જ ટેન્કરમા લાગેલી આગને પગલે અન્ય વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. સદભાગ્યે મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી.

(9:28 am IST)