Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ભાવનગરમાં રાત્રે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો :વીજળીના કડાકા ભડાકા સાથે અડધો ઇંચ વરસાદ

વીજળીના ભયંકર અવાજ થી લોકોમાં ભયનો માહોલ : ઉમરાળા પંથકમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ

ભાવનગર:ભાવનગર શહેરમાં આજે રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.ભાવનગરમાં આજે રાત્રે આઠ વાગ્યે વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વીજળીના ભયંકર અવાજ થી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.શહેરમાં અડધા ઇંચ જેટલો વરસાદ  પડી ગયો છે અને હજુ વરસાદ શરૂ છે.શહેર ઉપરાંત ભાવનગર જિલ્લાના ઉમરાળા પંથકમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જાણવા મળેલ છે.

(9:19 pm IST)