Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ભાવનગરમાં એસ્ટેટ વિભાગની મોટી કાર્યવાહી : જેસીબીથી 17 જેટલા મકાનો જમીનદોસ્ત કરાયા

શહેરના ખુણે ખુણેથી લારી-ગલ્લા, ડોમ, ઓટલા, મંદિર જેવા ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

ભાવનગર :મહાનગર પાલિકા એસ્ટેટ વિભાગ દ્વારા  શહેરના રામ મંત્ર મંદિરથી લઇને ભાંગલિ ગેટ સુધી ૧૭ જેટલા મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.

  ભાવનગર મહા નગરપાલિકા એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે,  શહેરના ખુણે ખુણેથી લારી-ગલ્લા, ડોમ, ઓટલા, મંદિર જેવા ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવે છે. ભાવનગર શહેરના રામ મંત્ર મંદિર પાસે આવેલ મફતનગર અને આઝાદનગરની ગેરકાયદેસર જગ્યાએ ભાવનગર મહાનગર પાલિકા એસ્ટેટ વિભાગ દ્વારા મસમોટા પોલિસ કાફલા સાથે હોમગાર્ડ જવાનો તેમજ મહિલા પોલિસકર્મી અને બે જે.સી.બી.ની મદદ લઈ નડતર રૂપ મિલકતમાં ૧૭ જેટલા મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. લોકોની સુખાકારી અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે ૫૦ નવા રોડનું નિર્માણ કરવા માટે દબાળ હાથ ધરવામાં આવ્યું હતું.

(9:26 pm IST)