Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

કંડલા-મુન્દ્રાને જોડાતા નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં : સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાળની ચીમકી

ટ્રાન્સપોર્ટ એસોસિએશને રજુઆત કરવા છ ઉકેલ નહીં આવતા લડતનું એલાન

ભુજ : કચ્છમાં મેઘરાજાએ અવિરત મહેર કરી છે. પરંતુ વરસાદના કારણે કચ્છના ઔદ્યોગિક હબ એવા કંડલા અને મુન્દ્રાને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ બિસ્માર અને ખરાબ હાલતમાં છે. નગરજનોને વાહનો પર તો શું પગપાળા ચાલવું પણ મુશ્કેલ થાય છે.

ત્યારે તૂટેલા રસ્તાઓને લઈને હવે ટ્રાન્સપોર્ટ એસોસિએશને લડતનું એલાન કર્યું છે. એસોસિએશને ચિમકી ઉચ્ચારી છે જો એક સપ્તાહમાં સમસ્યાનું નિરાકારણ નહીં આવે તો ભૂખ હડતાળ પર ઉતરશે.

 આ રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી કન્ટેનર, ટ્રક, ટ્રેલર સહિતના વાહનોની અવરજવર રહે છે. પરંતુ વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થતાં અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે. આ અંગે એસોસિએશને અનેક વખત નેશનલ હાઇવે ઓથોરીટીને રજુઆત કરી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. એસોસિએશનનું કહેવું છે કે ખરાબ રસ્તાના કારણે સમયના બગાડની સાથે ટ્રાન્સપોર્ટેશન માટે ડ્રાઇવરોને અનેક મુશ્કેલી ભોગવવી પડે છે.

(1:52 pm IST)