Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

માંડવી વનવિભાગે સઠવાવ ગામ નજીકથી ફિલ્મીઢબે પીછો કરીને જંગલી લાકડા ભરેલી માારૂતિવાન ઝડપી : ચાલક ફરાર

ગામના તળાવ પાસે રોડની સાઇડ પર વાન મુકી ભાગી ગયો : કારની તલાશી લેતા ઝંગાલી લાકડા મળ્યા

માંડવી વનવિભાગની ટીમે બાતમીના આધારે સઠવાવ ગામે તળાવ નજીકના રોડ ઉપરથી એક મારુતિવાન કારને ઝડપી પાડી હતી. વન વિભાગની ટીમને જોઇને વાનનો ચાલક ભાગી છુટયો હતો.

માંડવી આર.એફ.ઓ વિક્રમસિંહ સુરમાં, રાઉન્ડ ફોરેસ્ટર સ્નેહલ ચૌધરી તથા ધર્મેશ સિંઘવ નાઓને બાતમી મળી હતી કે સઠવાવ રોડ ઉપરથી એક મારુતિ વાનનો ચાલક કારમાં લાકડા ભરીને પસાર થવાનો છે. જેના આધારે વોચ ગોઠવીને મારુતિવાન આવતા તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કારનો ચાલક કાર પૂર ઝડપે હંકારી ભાગી છૂટતા તેનો પીછો કરવામાં આવ્યો હતો. કારચાલક સઠવાવ ગામના તળાવ પાસે રોડની સાઇડ પર વાન મુકી ભાગી ગયો હતો. કારની તલાશી લેતાં તેમાંથી જંગલમાંથી કાપવામાં આવેલા લાકડાના 23 નંગ મળી આવ્યાં હતાં. પોલીસે લાકડા અને કાર મળી એક લાખ રૂપિયાથી વધુનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:21 pm IST)