Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ખંભાળીયામાં પોષણ અભિયાન અંતર્ગત સાયકલ રેલી-શપથ

ખંભાળીયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલતા પોષણ અભિયાન અંતર્ગત આજે સવારે જોધપુર ગેઇટથી જી.વી.જે. હાઇસ્કુલ સુધી સાઇકલ રેલી યોજાઇ હતી જેમાં તાલુકાના અધિકારીઓ, નિરીક્ષકો, આરોગ્ય કર્મીઓ જોડાયા હતા. પ્રસ્થાન ડી.આર.ડી.એ.ના ડાયરેકટર અશોક વાઘેલાએ કરાવ્યું હતું. જેમાં પ્રાથમીક જિ.શિ. ભાવસિંહ વાઢેર તથા તાલુકાના અન્ય અધિકારીઓ જોડાયા હતા. છાત્રો તથા આરોગ્ય કર્મી સાથે આ રેલી જી.વી.જે. હાઇસ્કુલે પૂર્ણ થઇ હતી તથા ત્યાં વિદ્યાર્થીઓએ કુપોષણ યુકત ભારત તથા પ્લાસ્ટીકનો ઉપયોગ ના કરવા અંગે શપથ લીધા હતા. તથા પોતે બીજા ૧૦૦ ને પ્લાસ્ટીકનો વપરાશ બંધ કરવા જણાવશે તેમ કહ્યું હતું. (તસ્વીરઃ અહેવાલ : કૌશલ સવજાણી-ખંભાળીયા)

(1:04 pm IST)