Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

સાવરકુંડલા નાવલી નદી ઉપર આવેલ સુકનેશ ડેમ ઓવરફલો થતા વધામણા

સાવરકુંડલા તા ૨૧  :  નાવલી નદી રામાપીર મંદિર પાસે આવેલ સુકનેશ ડેમ ઓવરફલોની સ્થિતી થયેલ છે, તો સાવરકુંડલા પાલીકા પ્રમુખશ્રીને ધ્યાને આવતા તાત્કાલીક મુલાકાત લઇ અને નદીના કંાઠે વસતા તેમજ ધંધા પ્રવૃતિ કરતા લોકોને સાવચેત કરાયા હતા.

વરસાદી  માહોલમાં આગાહીના કારણે લોકોને રાત્રીના સમય નદીના પટમાં સાવચેત પુર્વક અવરજવર  કરવી તેવી પાલીકા પ્રમુખ વિપુલભાઇ ઉનાવા તથા હસુભાઇ ચાવડા તથા જગદીશ ઇ. ઠાકોર, અશોકભાઇ ડાભી તથા દુલાભાઇ ડાભી, સંજયભાઇ પરમારની અખબારી યાદીમાં પ્રમુખ વીપુલભાઇ ઠાકોરે જણાવ્યું છે.

(1:03 pm IST)