Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

અમરેલીની પ્રજા ત્રાહિમામ કોંગ્રેસ દ્વારા પાલીકાને આવેદન

 રાજકારણના એપી સેન્ટર ગણાતા અમરેલીએ સ્થાનિક કક્ષાએ થી લઈ દેશ સુધી દુરંદેશી ધરાવતા નેતા આપ્યા પણ દિવા તળે જ અંધારું કેમ? અમરેલી શહેરમાં પ્રવેશ કરતા જ અવ્યવસ્થાઓનો ખ્યાલ આવી જાય ચારે કોર ખુલ્લી ગટરો રોડ પર અસંખ્ય ખાડા રખડતા આખલા ભારે દુર્ગધ મારતું શહેર અમરેલીમાં સ્થાનિક પાલિકા તંત્રની ધોર બેદરકારીથી ત્રસ્ત શહેરીજનોએ જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં પ્રશાસનને ઢોલ નગારા સાથે ઢંઢોળતા શહેરીજનો એ રોડ પર પડેલ ખાડા ઓ અને સફાઈ મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું શહેરમાં સ્થાનિક તંત્રની બેદરકારીએ જાહેર રોડ પર રેઢિયાળ પશુ કચરાના ઢગલા તીવ્ર દુર્ગધ વાહક જન્ય રોગ શાળા થી પીડાતા શહેરીજનોએ વિવિધ વિસ્તારોમાં રોડ પર પડેલ ખાડાઓના માપ લેવાયા અને જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

(1:03 pm IST)